Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય નોંધ જૈન શાસનના જ્યોતિર્ધર ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મંસાના પટ્ટાલેકાર પ્રાંતમૂર્તિ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય -મહોદય સૂરીશ્વરજીની આજ્ઞાથી ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી અસા. આદિ પૂછ્યો મુંબઈ-મુલુંડમાં વિ.સં. ૨૦૪૮ના ચાતુર્માસ માટે પધાર્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમિયાન શત્રુંજય તપ આદિ સામુદાયિક આરાધનાઓ થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ સામુદાયિક આરાધના દરમિયાન તેમજ આરાધનાની પૂર્ણાહૂતિ પ્રસંગે તેમજ આરાધનાની પૂર્વે અત્તરવારણા, પારણા, પ્રભાવના આદિમાં ભાગ્યશાળી શ્રાવક શ્રાવિકાઓએ અતિ ઉલ્લાસપૂર્વક તપસ્વી મહાનુભાવોની ભક્તિ કરી, એટલું જ નહિ પરંતુ જૈનેતર અને જન્મે સિંધી પરિવારે પણ તેમાં સહભાગી થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું. વધુમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સર્વસાધારણ ફંડનું આયોજન શ્રી સંધે અમલી કર્યું. જેમાં ૧૧,૧૧૧ ની એક એવી લગભગ ૧૨૫ થી વધુ તિથિઓ નોંધાઈ. આવા ધાર્મિક ઉલ્લાસમાં પોતાના શિષ્યરત્ન શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મ.સા.ની ‘સેનપ્રશ્ન' નામક ગુજરાતી ભાષાંતરનું પુન: પ્રકાશન થાય તો સારું એવી ભાવનાને પૂજ્યશ્રીએ શ્રી સંઘના ટ્રસ્ટબોર્ડના આગેવાનો સમક્ષ વ્યક્ત કરીને તેના પુન: પ્રકાશન માટે પ્રેરિત કર્યા. પૂજ્યશ્રીની પ્રેરણા ઝીલીને આગેવાનોએ શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમક્ષ જ્ઞાનખાતાની રકમમાંથી આ ગ્રંથના પુન:પ્રકાશન માટે જરૂરી ચોક્કસ રકમ ફાળવવા પ્રસ્તાવ રાખ્યો. જે શ્રી મુલુંડ શ્વે.મૂ.પૂ. સંઘની સામાન્ય સભાએ સર્વાનુમતે મંજુર કર્યો. આથી ૫.પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મ. સાહેબે આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરનું સંપાદન કરવાના શુભકાર્યનો આરંભ કર્યો. તેના ફળસ્વરૂપે અમે આજે આ ગ્રંથ ચતુર્વિધ સંઘ સમક્ષ મૂકી શક્યા છીએ. આ ગ્રંથ પૂર્વે પ્રકાશિત થયો હતો. વર્તમાનમાં એટલો સુલભ નથી. આવા ગ્રંથના પુન: પ્રકાશનનો લાભ અમારા શ્રી સંઘને મળ્યો તે બદલ અમારા અંતરમાં આનંદની અનુભૂતિ થઈ રહી છે. આ પુન: પ્રકાશન અંગે અમે નીચે જણાવેલ મહાનુભાવોના અત્યંત આભારી છીએ. २

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 366