________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતઋદ્ધિ પ્રાપ્ત કરે છે, સદાકાળને માટે સુખી થાય છે, સહજાનંદપારાવારમાં ઝીલે છે.
આત્મશક્તિનો મહિમા અપરંપાર છે. અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિ વા પચાસ પ્રકારની લબ્ધિ પામવી તે સર્વ શક્તિો આત્માની છે. એક ઇન્દ્રિયથી પચઈન્દ્રિયેનું કામ કરવું તે પણ એક પ્રકારની આત્મશકિત છે, શ્રી ગૌતમસ્વામીએ એક પાત્રમાં પન્નરર્સ તાપસેને ક્ષીરાન્ન ભોજન કરાવ્યું તે પણ આત્મશક્તિનો મહિમા છે, આત્મશક્તિથી શું થઈ શકતું નથી ? અલબત્ત સર્વ થઈ શકે છે. એક યોગી મહાત્મા, દુરાશીષથી હજારો મનુષ્યને નાશ કરે છે, અને તેજ યેગીમહાત્મા સારી આશીષથી હજારે મનુષ્યનું ભલું કરી શકે છે, આત્મશક્તિોના અનેક પ્રકારના ભેદ છે, જડ પદાર્થોમાં એવી કેાઈ શકિત છે નહિ કે જે આત્મશક્તિની તુલના કરી શકે, આત્મશક્તિ આગળ દેવતા પાણી ભરે છે, શ્રી સનકુમારચક્રવર્તિ રૂષિરાજને તપશ્ચર્યા કરતાં ઘણું આભારત ઉત્પન્ન થઈ હતી. દેવતા રેગ મટાડવા આવ્યા પણ તેની તેણે જરામાત્ર સ્પૃહા રાખી નહિ. આત્મિક શક્તિનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ટી પણ આત્મશક્તિ
www.kobatirth.org
For Private And Personal Use Only