________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૫ ) તેમના ઉપર કરૂણ રહે છે. મારું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું અન્ય છાનું પણ શુદ્ધ રવરૂપ છે. એમ ભાવના ભાવતાં કાઈના ઔદયિક ભાવના દેવ ઉપર મારી દષ્ટિ પડતી નથી, અને તેથી દોષાકારરૂપે મારું મન થતું નથી. તે પણ એક સવરનું સ્વરૂપ મારા અનુભવમાં આવે છે, આવી મૈત્રી ભાવનાને પ્રતિદિન અભ્યાસમાં મૂકવાની મારી દઢ પ્રતિજ્ઞા છે. મૈિત્રીભાવના મારા આત્માને નિર્મલ કરે છે, તેમ તે સર્વ અને નિર્મલ કરે છે. ગજસુકુમાલ, મૈત્રી ભાવના ભાવીને સદગતિને પામ્યા, મેતાર્ય મુનિરાજ પણ મૈત્રીભાવના ભાવીને સગતિને પામ્યા. મૈત્રીભાવના ભાવતા એવા અનંતજી મુક્તિપદને પામ્યા, પામે છે, અને પામશે. જૈન ધર્મનું પૂર્ણ જ્ઞાન થતાં સર્વ ધર્મમાંથી સાપેક્ષન બુદ્ધિથી જીવ સારાંશ ખેચી લે છે, અને જે વિષય અસત્ય હોય તે ઉપર માધ્યસ્થભાવ ધારણ કરે છે. શ્રી કુણુભગવાન કે જે આવતી
વીશીમાં તીર્થંકર થવાના છે, તે કૃષ્ણ ભગવાન શ્રી નેમિનાથ ભગવાનને ઉપદેશ સાંભળી જૈનધર્મ પામ્યા હતા. તેઓની ગુણ દૃષ્ટિ થઈ હતી. તે પણ જૈનધર્મના જ્ઞાનના પ્રતાપેજ સમજવું, જિન દર્શન આરાધન કરતાં સઘળાં દર્શનનું આરાધન થાય છે, જૈન ધર્મનું આરાધન કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only