Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ). તું શુદ્ધ ભાવનાથી ક્ષમાપના કરીશ તે ભવિષ્યકાલમાં વૈર ઝેરનો મૂળમાંથી નાશ કરી શકીશ. આત્માની મૈત્રીભાવનામાં હું પ્રવેશ કરું છું, રાજાએ, ઠાકરે, બ્રાહ્મણ, મુસલમાન, ખ્રીસ્તી, બદ્ધ વિગેરેનું મન, વચન, અને કાયોગે અશુભ થયું હોય તો તે સંબંધી ખમાવું છું અને તેઓ પણ ખમે. ચાલતાં, ખાતાં, પીતાં, ઉઠતા બેસતાં, સુતાં, મન, વચન, કાયાથી મેં ચેરાશી લાખ જીવનિની વિરાધના કરી ઉપદ્રવ કર્યો હોય, પ્રાણુનો નાશ કર્યો, તો તે સંબંધી મન વચન અને કાયાથી ખમાવું છું અને તેઓ પણ ખમે. અનંતભવ સબંધી ક્ષમાપના કરું છું. તેમજ આ વર્ષની ક્ષમાપના પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને કરું છું, સાંવત્સરિક, ચાતુર્માસિક, પાક્ષિક, દૈનિક ક્ષમાપના કરીને ઘણા જી મુક્તિ પામ્યા, પામે છે; અને પામશે. અંતર્મુહૂર્તની ક્ષમાપના પણ દ્રવ્યભાવથી કરતાં સકલ કર્મને ક્ષય કરે છે. હું મારા મિત્ર સમાન જી ! તમે પણ આવી માપના કરી નિર્મલ થાઓ, મિત્રભાવથી ઉપદેશરૂપે તમને ક્ષમાપના સંબંધી જે કંઈ પ્રસંગોપાત્ત કહ્યું હોય તે લક્ષ્યમાં લેશો, અને ક્ષમાપનાની ક્રિયાને અંગીકાર કરશો. ક્ષમાપનાથી આત્મા પરમાત્મા થાય છે. સર્વ મંગલનું ગૃહ ક્ષમા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98