________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) आतमारे मनप्यारा, लागीरे तारी प्रीतडी. वैरागी योगीरे यतिजन तने शोधतारे आतमागुणो अविनाशीकेरा गायरे. वैरागी आतमा०
અનંતશક્તિના ભંડાર હે આત્મા તુજ આરાધ્ય પૂજ્ય છે–આત્મશક્તિનું અપરિમિત બળ ઉદભુવનમાં પ્રખ્યાત છે. આત્માની અનંત શક્તિનો ભક્તા આત્મા છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ આત્માઓ અનંતશક્તિના ભક્તા છે, કમચ્છાદનથી સંસારીઆત્માએ પરતંત્ર છે. જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે આત્મા સ્વતંત્ર બને છે. શુદ્ધ સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે હે ભવ્યાત્માઓ અનંત શક્તિ ખીલવે, પ્રતિદિન અભ્યાસથી આત્માની શકિત ખીલે છે, જેજે આત્માએ ગુરૂગમ પામીને અભ્યાસ કરે છે. તે તે આત્માઓ શક્તિ ખીલવી શકે છે. બીજના ચંદ્રની પેઠે આત્માની શક્તિ ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. સંપૂર્ણ કલાથી વૃદ્ધિ પામીને આત્મા લોકાલોકમાં સદાકાળ પ્રકાશ કરશે, અન્ય દેવતાઓને સાધીને વશ કરવામાં જેટલો પ્રયત્ન કરે છે, તેટલો પ્રયત્ન આત્મદેવની આરાધનામાં થાય તે કઈ બાબતની ખામી રહે નહીં. ચમત્કારનું ઘર આત્મા છે. આત્માની શકિતયો આગળ કેઇનું કંઈ ચાલતું નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only