________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) ભેદ છે, ગીતાર્થ મુનિરાજોના સત્સમાગમથી આ બાબતનું વિશેષ સ્વરૂપ સમજી શકાય છે. નિવકલ્પદશાને કાળ અલ્પ છે. તેથી આત્મજ્ઞાનવાળી સવિકાદશાનું અપ્રમત્તભાવે સેવન કરવું કે જેથી નિવકલ્પદશામાં પુનઃ પુનઃ રમણતા થાય. આત્મજ્ઞાનાર્થ સાતનય અને સપ્તભંગીનું સ્વરૂપ સમજવું જોઈએ. સભ્યશ્રુતજ્ઞાનથકી સમ્યકત્વની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનથી આત્મચારિત્રમાં પ્રવેશ કરીને અપ્રમત્તદશાનો અનુભવામૃતરસસ્વાદ પેગી ચાખે છે. જગતમાંથી અને દેહમાંથી અહં અને મમત્વને અધ્યાત છૂટતાં અનંતશાશ્વત સુખનો અનુભવ થાય છે. શાશ્વત સુખના અનુભવથી પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે, અને તેથી આત્મા વિના જડ પદાર્થ ઉપર રૂચિ થતી નથી. અનેક પ્રકારના કર્મના ઉદયે સંકટ પડે તો પણ આત્મજ્ઞાની પૂર્ણ શ્રદ્ધાના યોગે શુદ્ધ સ્વરૂપથી ચલાયમાન થતું નથી. તે શાતા વેદનીયના યોગે અનેક પ્રકારની બાહ્યઋદ્ધિની પ્રાપ્તિ થાય તો પણ તેમાં આત્મજ્ઞાની રાચતા નાચતા નથી. શાતાના અને અશાતાદનયના ભેગોમાં આત્મજ્ઞાની લેપાતો નથી. આત્મસ્વરૂપમાં આત્મજ્ઞાની લયલીન થઈ રહે છે. દયિકભાવના અનેક રોગો વચ્ચે પણ આત્મજ્ઞાની પિતાના સ્વરૂપમાં ઉપયોગ વડે રમે
www.kobatirth.org
For Private And Personal Use Only