________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) पढना गुणना सबहि जूठा, जब नहि आतम पिछाना, वर विना क्या जान तमासा, लुण वण भोजनकुं खाना, अलख देखमें वास हमारा, मायासे हम हे न्यारा, निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा.
બાહ્યજ્ઞાનથી કંઈ આત્મશક્તિને પ્રકાશ થતો નથી. આત્મજ્ઞાનથી જ આત્મશક્તિને પ્રકાશ થાય છે, આત્મજ્ઞાનની તીવદશા છે તેજ ચારિત્ર છે અને તેથી કર્મને ક્ષય થઈ જાય છે, કહ્યું છે કે – जं अन्नाणी कम्म, खवेइ बहुयाहि घास कोडीहिं, तं नाणीतिहिगुत्तो, ख वेइ उसासमित्तेण ॥ १ ॥
આત્મજ્ઞાનથી ધ્યાન થાય છે, આત્મજ્ઞાનથી ધ્યાનની પરંપરામાં અનંતસુખનો અનુભવ આવે છે, આત્મધ્યાનમાંથી ચુકાય તેપણ પાછું આત્મધ્યાન કરવું જોઈએ. આભધ્યાનની સંતતિ ગુટે તોપણ આત્મભાવનાથી પાછી જ્ઞાની પુરૂષ સાંધે છે, કહ્યું છે કે –
आत्मानं भावयन्नाभि, र्भावनाभिर्महामतिः त्रुटितामपि संधत्ते, विशुद्धध्यानसंततिम् ॥ १ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only