________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) આત્મશક્તિને પ્રકાશ કરનાર ગિરાજને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. જેને પુરૂષો ચમત્કાર દેખાડે છે, તે તે પુરૂષો આત્મશક્તિના કોઈ પણ અંશથી ચમત્કાર દેખાડે છે. ચમત્કાર ત્યાં નમસ્કાર. આ નિયમની ખાત્રી આત્મશકિતપ્રકાશથી થાય છે. આત્મશક્તિની શ્રદ્ધાવાળાને આ બાબતને અનુભવ થાય છે. આત્મશક્તિ શ્રદ્ધાથી સંયમમાર્ગમાં ઝટિતિ પ્રવેશ થાય છે. ધ્યાનયોગનિસપુરૂના સમાગમથી આત્મશક્તિની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, જ્યાં સુધી આત્મશકિતની પર્વ શ્રદ્ધા થઈ નથી અને તેનો પર્વ અનુભવ થયો નથી ત્યાંસુધી ગીપુરૂષોની સંગત છેડવી નહિ, ખરેખર ખાત્રી રાખશે કે સર્વ શકિતનું ગૃહ આત્મા છે.
સર્વ સાધનથી સાધ્ય આત્મસ્વરૂપ કરવાનું છે, બારભાવના, ચારભાવના, પંચમહાવ્રત શ્રાવકનાં બારવ્રત, જ્ઞાન, દર્શન; ચારિત્ર આદિથી સાધ્ય આત્મા જ છે. આત્મજ્ઞાનથી આત્માનું અજ્ઞાન નાશ પામે છે, ભણવું, ગણવું આદિ ક્રિયાથી એ આત્મજ્ઞાન ન થયું તો ભણવાની ક્રિયાનિકૂલ છે,–વર વિનાની જાન જેમ શોભતી નથી. અને લુણવિનાનું ભજન જેમ નકામું છે તેમ આત્મજ્ઞાન વિના ભણતરથી કંઈ સિદ્ધિ થતી નથી. કહ્યું છે કે –
www.kobatirth.org
For Private And Personal Use Only