________________
છે કે – ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર સ્વામી ઉપર ઘણો સ્નેહ હતો. અહીં ગૌતમ સ્વામીને' - આ શબ્દ જોતાં દ્વિતીયા વિભક્તિ દેખીતી રીતે આવવી જોઈએ. પરંતુ એવું નથી. તેનું સંસ્કૃત થાય -ૌતમસ્યાનધરસ્ય શ્રી મહાવીરગિને નેદ માસી... કારણ કે ગૌતમ પદને સ્નેહ પદ સાથે સંબંધ છે.
મતલબ કે નામ-નામનો સંબંધ હોવાથી ષષ્ઠી આવી. અહીં ગુજરાતીમાં ષષ્ઠી બોલવી કેમે કરીને નહીં ફાવે. આવા દષ્ટાંતો પણ ધ્યાનમાં રાખવા. [3] રામ:, નગણ્ય પ્રાતા, વશરથસ્થ પુત્રત્વાન્ !
આવા વાક્યનો અર્થ સાદી રીતે એમ થાય કે
રામ એ લક્ષ્મણનો ભાઈ છે. કારણ કે દશરથનું પુત્રપણું રામમાં રહેલું છે. આ વાક્યમાં ર(બે) વસ્તુ નોટ કરવા જેવી છે. A. છેલ્લે પાંચમી વિભક્તિ છે. તેનો અર્થ “કારણ કે થાય. એટલે વાક્યમાં
પહેલાં જ કારણ કે ઉમેરી દીધું. B. આ અનુવાદમાં વિચિત્ર લાગતું હોય તો “રામમાં પુત્રપણું' - આ પદ.
એટલે આવા વાક્યનો અનુવાદ કરવો હોય ત્યારે સપ્તમી + વ કાઢી અર્થ કરવામાં આવે છે. હવે અર્થ એમ થશે કે રામ, લક્ષ્મણનો ભાઈ છે. કારણ કે રામ દશરથનો પુત્ર છે.
આ રીતે સપ્તમી + વ અને ષષ્ઠી +4 કાઢવાથી ઘણી જગ્યાએ ગુજરાતીમાં અર્થ વધારે સ્પષ્ટ અને ચોખ્ખો થશે. ન્યાયમાં આ રીતે અર્થ કરવાથી વાક્યો ઘણા સરળ લાગશે. [4] દ્વિકર્મક વાક્યમાં “શું?, કોને ?' પ્રશ્ન પૂછવાથી કર્મને શોધી શકાય છે તેવું
આપણે જોઈ ગયા. પણ, આ વાત સર્વત્ર લાગુ નથી પડતી. હા! શરૂઆતમાં પ્રાથમિક બોધ માટે તે જરૂરી છે.
મૂળ તાત્પર્ય એ છે કે, ગોવાળ ગાયને દૂધ દોહે છે. આવા વાક્યમાં દોહવાની ક્રિયા સાથે ન તો એકલી ગાય સંલગ્ન છે કે ન તો એકલું દૂધ સંલગ્ન છે. પણ ઉભય સંલગ્ન છે. ભગવાનને પૂજે છે' - આવા વાક્યમાં પૂજાની ક્રિયા માત્ર ભગવાન સાથે જ સંલગ્ન છે. તેવું ઉપરોક્ત વાક્યમાં નથી. માટે તે દ્વિકર્મક કહેવાય છે.
તથા દોહવાની ક્રિયાનો મુખ્ય આશય દૂધ હોવાથી દૂધને મુખ્ય કર્મ તરીકે તથા ગાયને ગૌણ કર્મ તરીકે વિવક્ષિત કરવામાં આવેલ છે. છેસરલ સંસ્કૃતમ્ - ૪ - ૨૧૦ • 6 સં.વા.સં. 8