________________
શ્રી નંદીસૂત્રના કર્તા મહર્ષિએ નગર આદિ આઠ મનોહર ઉપમાઓ દ્વારા શ્રીસંઘની સ્તવના કરી છે. તે પ્રત્યેક ઉપમાઓનું અવલંબન લઈને તત્કાલીન શ્રીસંઘમાં પ્રવર્તતી કેટલીક ગેરસમજૂતિઓનું સચોટ દિગ્દર્શન કરાવવાપૂર્વક શ્રીસંઘનું વાસ્તવિક વિશદ દર્શન આ પ્રવચન સંગ્રહમાં કરાવવામાં આવ્યું છે. એમાંના એકાવન પ્રવચનો પૂર્વે શ્રી જૈન પ્રવચન સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ ચૂકેલાં છે. તે પૈકીનાં ચાલીસ પ્રવચનો ‘શ્રીસંઘનું સ્વરૂપ' બે ભાગમાં પુસ્તકરૂપે પણ પૂર્વે, શ્રી વી૨ શાસન કાર્યાલય દ્વારા પ્રકાશિત થયેલાં છે, પરંતુ હાલ તે ઉપલબ્ધ નથી. આ વ્યાખ્યાનો પુનઃ પ્રકાશિત થાય તે માટે ઘણા જિજ્ઞાસુઓની માંગ હતી. તે માંગ પુરી પાડવાના પ્રયત્નરૂપે પ્રથમ ભાગમાં પચીસ વ્યાખ્યાનો તેમજ તેના અનુસંધાનમાં કેટલાંક પરિશિષ્ટો પ્રકાશિત થયાં છે. બીજા ભાગમાં છવ્વીસથી એકાવન એમ કુલ છવ્વીસ પ્રગટ થયાં છે. ત્રીજા ભાગમાં પૂર્વે પ્રગટ નહિ થયેલાં બાવનથી છોંતેર એમ કુલ પચ્ચીસ પ્રવચનો પ્રગટ થયાં છે. ચોથા ભાગમાં સીત્યોતેથી સત્તાણું એમ કુલ એકવીસ પ્રવચનો પ્રગટ થયાં છે અને પાંચમા ભાગમાં ૯૮ થી ૧૧૮ એમ કુલ એકવીસ પ્રવચનો પ્રગટ થાય છે અને આ રીતે સંઘના સ્વરૂપને સમજાવતાં ૧૧૮ પ્રવચનોમાં આ વિષય સમાપ્ત થાય છે. Resu
આ સઘળાં મુદ્રિત-અમુદ્રિત વ્યાખ્યાનોનું પુનરાવલોકન, સંકલન અને સંપાદન કરી આપવા બદલ ૫૨મ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીજીના તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મહારા મહારાજના અમે અત્યંત ઋણી છીએ. ઉપરાંત બીજા પણ જેઓ ત૨ફથી આ પ્રકાશમાં સીધી યા આડકતરી સહાય મળી છે તે સૌના અમે અત્યંત આભારી છીએ.
અંતમાં, આ પુસ્તક પ્રકાશનમાં ભગવાન શ્રી જિનેશ્વર ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞા વિરુદ્ધ કે શ્રી પ્રવચનકાર મહાત્માના વાસ્તવિક આશયથી વિરુદ્ધ કોઈપણ ઉક્તિ પ્રગટ થઈ જવા પામી હોય તો તે અંગે મિચ્છા મિ દુક્કડં દેવા સાથે પ્રૂફ સંશોધનની ત્રુટિ કે પ્રેસ દોષ જેવા અન્ય કારણે જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તે માટે ક્ષમાયાચનાપૂર્વક સુજ્ઞ વાચકોને સુધારીને વાંચવા ભલામણ સાથે વિરમીએ છીએ.
- શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ - મુંબઈ (બીજી આવૃત્તિના એકથી પાંચ ભાગની પ્રસ્તાવનામાંથી ટુંકાવીને)
૧૩