________________
[ આ સંજોગો વચ્ચે ૧-શ્રી તીર્થકરવતુ પૂજ્ય શ્રીસંઘ કોને કહેવાય?, ૨-કયા સમૂહને હાડકાંનો સમૂહ કહેવાય?, ૩-ગુણહીન શ્રાવક સંઘ સુવિહિત સાધુને આજ્ઞા કરી શકે કે નહિ? અને ૪-ગુણહીન શ્રાવક સંઘ આજ્ઞા કરે અને સુવિહિત સાધુઓ તે ન માને તો તેને શ્રી તીર્થકરવત્ પૂજ્ય શ્રીસંઘનું અપમાન ગણાય કે નહિ ? આ બાબતો શાસ્ત્રદષ્ટિએ સ્પષ્ટ થવાની અનિવાર્ય આવશ્યકતા જણાવાથી, મુંબઈના ધર્મિ-સમાજે એ આવશ્યકતાની પૂર્તિ કરવાની પૂ.પંન્યાસપ્રવરશ્રીને નમ્ર વિજ્ઞપ્તિ કરતાં તે પૂજ્યવરે તે સ્વીકારી અને મુંબઈ-લાલબાગમાં તા. ૧૫-૧૨-૧૯૨૯ના દિવસથી “શ્રીસંઘનું સ્વરૂપ” વિષયક વ્યાખ્યાનો શરૂ થયાં. મુંબઈમાં તેમજ મુંબઈના પરામાં વસતા દેશદેશાવરનાં સેંકડો જૈન સ્ત્રી-પુરુષોએ આ વ્યાખ્યાનો નિયમિત સાંભળ્યાં. તેમજ પૂ. પંન્યાસપ્રવરશ્રીનાં જ વ્યાખ્યાનોને પ્રસિદ્ધ કરનાર “જૈન પ્રવચન” સાપ્તાહિકના વાંચકો હજુ પણ તે વ્યાખ્યાનો વાંચે છે. શ્રીસંઘોમાં આ પ્રવચનોએ સુંદર અસર નિપજાવી અને વડોદરાના સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધનો સંખ્યાબંધ સંઘોએ કરેલો પ્રબલ વિરોધ એ તેનો તાદૃશ્ય પુરાવો છે.
શ્રી નંદીસૂત્રના આધારે આ વ્યાખ્યાનો અપાયાં છે. શ્રી નંદીસૂત્રકારે 'મંગલાચરણમાં ૧-નગર, ૨-ચક્ર, ૩-રથ, ૪-કમલ, પ-ચંદ્ર, સૂર્ય, ૭-સાગર અને ૮-મેરુ એમ આઠ ઉપમાથી શ્રીસંઘની સ્તવના કરી છે. શ્રી નંદીસૂત્રના ટીકાકાર મહર્ષિ શ્રી મલયગિરિજી મહારાજે તે તે ઉપમાઓ ઉપર વિશેષ વિવેચન કર્યું છે અને પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રીએ તેના જ આધારે પ્રસ્તુત પ્રવચનો આપ્યાં છે. આ વિષે તેઓશ્રીએ આપેલાં પ્રવચનોથી કોણ જાણે કેટલાક ગ્રંથ ભરાશે, પરંતુ આ ગ્રંથમાં તો માત્ર પહેલાં બાવીસ (બીજી આવૃત્તિમાં પચ્ચીસ) અને બીજા ભાગમાં તેવીસથી ચાલીસ (બીજી આવૃત્તિમાં છવ્વીસથી એકાવન) વ્યાખ્યાનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પહેલાં એકવીસ વ્યાખ્યાનોમાં પહેલી સાત ઉપમાઓ આવી જાય છે અને બાવીસમાંથી શ્રી મેરુપર્વતની ઉપમા શરૂ થાય છે. વાહ 1100 150 1150 151 2
પ્રાંતે આ સંગ્રહમાં જે કાંઈ દોષ રહેવા પામ્યો હોય, તદર્થે ક્ષમા યાચી વિરમીએ છીએ.
- શ્રી વીરશાસન કાર્યાલય, અમદાવાદ.
૧૧