________________
છે, ત્યારે જૈનો અને જૈનેતરોને તે વ્યાખ્યાનો એકસરખી રીતે ઉપયોગી ને બોધક નીવડે છે. ચોમેર વ્યાપી રહેલા અને વ્યાપતા જતા જડવાદના આ યુગમાં આત્મવાદનો દુદુભિનાદ ગજવનાર આ શક્તિશાળી મહાત્માને જ્યારે જ્યારે હિંદુ, મુસલમાન, પારસી કે અન્ય કોમવાળાએ સાંભળ્યા છે, ત્યારે ત્યારે તેમણે પૂ. પંન્યાસપ્રવરશ્રીની અને જૈનધર્મના સંગીન તત્ત્વોની પ્રશંસા કરી છે. પ્રભુ શાસનની આ એક અનુપમ પ્રભાવના જ છે. - પૂ. પંન્યાસપ્રવરશ્રીના ટૂંક જીવનમાં સૌથી વધુ મહત્વનું કામ તો એ થયું છે કે, તેઓશ્રીએ અનેક યુવાનોને ઉન્માર્ગમાંથી બચાવી લઈને સન્માર્ગમાં સ્થાપિત કર્યા છે અને આથી જ તેઓશ્રી આજે “યુવાનોના તારણહાર” તરીકે પણ ઓળખાય છે. પાશ્ચાત્ય શિક્ષણ, પશ્ચિમાત્ય સંસ્કાર અને આત્મહિતને સંહારનારા જડવાદ તરફ ઝૂકેલો જુવાન, કુલસંસ્કાર, પૂર્વ સંસ્કાર કે જિજ્ઞાસાના યોગે તેઓશ્રીમદ્ પાસે આવતાં. તેઓશ્રીના સદુપદેશથી આત્માનુલક્ષી બની જાય છે. આજે આવા સંખ્યાબંધ જુવાનો છે એટલું જ નહિ, પરંતુ આ પૂજ્યવર જોડે ચર્ચાસ્પદ વિષયોમાં વાદ કરવા આવેલો અને વિરોધભાવ ધરાવનારો આજનો યુવાન શિક્ષિત પણ જ્યારે તેઓશ્રી પાસે આવે છે, પોતાની દલીલોના મજબૂત રદીયા મેળવે છે અને આત્મહિતની પ્રેરણા પાતો સચોટ ઉપદેશ સાંભળે છે, ત્યારે એનો ગર્વ ગળી જાય છે. એની વાદ કરવાની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. પ્રભુ શાસનનો સેવક બનીને તે આત્મવાદ તરફ ઝૂકે છે. આજે શાસનસેવામાં પોતાનાં તન, મન, ધન ખર્ચનાર કેટલાય જુવાનો પહેલાં આ પૂજ્યવરના વિરોધી હતા, પણ પાછળથી તેઓશ્રીના પરિચયમાં આવતાં તેઓનો જીવનપલ્ટો થયાનું તેઓ કબુલે છે.