________________
(દ્વિતીય આવૃત્તિના એકથી પાંચ ભરત અં? ,
ન શકાફાકg GિIST]
શ્રી નંદીસૂત્ર અને તેના ઉપર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજાએ રચેલી ટીકાને અવલંબીને અપાયેલાં આ પ્રવચનોમાં શ્રીસંઘનું સ્વરૂપ, તેની મહત્તા, તેની મર્યાદાઓ, તેની ફરજો ઇત્યાદિ વિષયક અત્યંત વિશદ અને મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. વિ.સં. ૧૯૮૫-૮૬ના એ સંક્રાતિ કાળમાં હજારોની મેદની સમક્ષ થતાં એ પ્રવચનોએ મોહમસ્ત મુંબઈ નગરીના વિલાસી વાતાવરણમાં ધર્મની એક અદ્ભુત ચેતના ફેલાવી હતી – એ એવો સમય હતો કે જે વખતે જૈન સંઘનો જ ગણાતો અમુક વર્ગ મુક્તિના રાજમાર્ગ સ્વરૂપ દીક્ષામાર્ગને નષ્ટ,કરવા કટિબદ્ધ થયો હતો. એટલું જ નહિ. પણ ઉદ્યાપન, ઉપધાન, સાધર્મિક વાત્સલ્ય જેવા પવિત્ર ધર્માનુષ્ઠાનો સામે પણ એ વર્ગે ઝનૂની આક્રમણ શરૂ કર્યું હતું. સુધારાના નામે અનેક કુધારાઓને અમલી બનાવવા તનતોડ પ્રયત્નો તેણે આરંભ્યા હતા. લોકહેરી અને ગાંધીવાદના ચલતા પ્રવાહમાં ખેંચાયેલા કેટલાક સાધુઓ તેમજ સમાજમાં શિક્ષિત ગણાતી કેટલીક નામાંકિત વ્યક્તિઓનો પણ એ ટોળાંને સીધો તેમજ આડકતરો સાથ મળવાથી શ્રી જૈનસંઘના મોટા ભાગનો અજ્ઞાન અને ભદ્રિક વર્ગ એ જાળમાં ફસાઈ ધર્મવિમુખ બનતો જતો હતો. એવા વિકટ અને આક્રમક ઝંઝાવાતના સમયે પૂજ્ય પ્રવચનકારશ્રીએ પહાડની જેમ નિશ્ચલ રહીને પોતાના નીડર વ્યક્તિત્વ અને અખ્ખલિત વાણી પ્રવાહ દ્વારા શ્રી જૈન શાસનના પવિત્ર દીક્ષામાર્ગ અને કલ્યાણકારી ધર્માનુષ્ઠાનો જેવા સનાતન સત્યોનું રક્ષણ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો અને ધર્મ વિરોધીઓના બળને છિન્નભિન્ન કરવામાં તેઓશ્રીના એ પુરુષાર્થે કેવો સફળ ભાગ ભજવ્યો, તે તે સમયના ઇતિહાસના પરિચિતો સારી રીતે જાણે છે. આજના વિષમ વાતાવરણમાં પણ કોઈપણ જાતના અવરોધ વિના સરળતાથી વહી રહેલો દીક્ષા માર્ગ વિશેષતયા એ પુણ્ય પુરુષના અથાગ પ્રયત્નોને આભારી છે, તેમ કહીએ તો તેમાં કાંઈ અતિશયોક્તિ જેવું નથી. આવી પશ્ચાદુ ભૂમિકાને દૃષ્ટિપથમાં રાખી પ્રસ્તુત પ્રવચનોનું વાંચક કરવા વાચકોને નમ્ર સૂચન છે.
૧૨