________________
પતિપ્રાચTHIRTો
પoિldmયિય
પૂ. પંન્યાસપ્રવરશ્રીએ બાલવય ને યુવાવયની મધ્યમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ચરમ તીર્થપતિ શ્રીમાન મહાવીરદેવના સમ્યક્ત પ્રાપ્તિ પછીનો જેમ સત્તાવીશ ભવની નોંધ શ્રી જૈનશાસને લીધી છે, તેમજ પૂર્વકાળના સાધુપુરુષોનાં જીવનો જે કાંઈ ઉપલબ્ધ થાય છે, તેમાં પ્રાયઃ પ્રભુશાસનમાં વિશિષ્ટ રીતે આવ્યા પછીની જ નોંધ હોય છે. એટલે પૂ. પંન્યાસપ્રવરશ્રીનું સાચું જીવન તો તેઓશ્રીની સત્તર વર્ષની વયથી જ શરૂ થાય છે. પરંતુ તેઓશ્રીની તીવ્ર બુદ્ધિ, ગુરુદેવો પ્રત્યેની વિનયશીલતા અને અધ્યયન કરવાની ખંત તેઓશ્રીની પ્રગતિને વેગવંતી બનાવે છે. થોડા જ વખતમાં તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત અને માગધી ભાષા ઉપર કાબુ મેળવે છે, તેમજ જૈનદર્શનનાં અર્થગંભીર સૂત્રોનો સારામાં સારો અભ્યાસ કરી લે છે. ઉપરાંત જૈનેતર દર્શનો વિષે પણ તેઓશ્રી થોડા જ વખતમાં સારી વિદ્વત્તા પ્રાપ્ત કરે છે. છેઆ વિદ્વત્તાને તેઓશ્રીની સ્વાભાવિક તાર્કિક શક્તિ ખૂબ ખીલવે છે. તેઓશ્રી પોતાની પાસે શંકા નિવારણ કે વાદ કરવા આવનારને માત્ર શાસ્ત્ર પાઠો દર્શાવીને જ શાંત કરતા નથી, પરંતુ તાર્કિક દલીલોનો તાર્કિક પદ્ધતિથી પણ સંતોષકારક જવાબ આપીને જૈનમતનું પ્રતિપાદન કરે છે. આવી શક્તિ પૂર્વભવની અપૂર્વ આરાધના અને સંસ્કારિતા વિના કેમ જ સંભવે ? [ પૂ. પંન્યાસપ્રવરશ્રીની વાણી શ્રોતાજનોને ખૂબ જ મોહક, રોચક અને બોધક લાગે છે. તેઓશ્રીની દરેક વિષયમાં તલસ્પર્શી વિવેચના શ્રોતાઓના અને વિરોધીઓના અંતરને પણ હચમચાવી મૂકે છે. મુંબઈમાં જ્યારે તેઓશ્રીનાં જાહેર પ્રવચનો થતાં, ત્યારે હજારો જૈનો અને જૈનતરોની ઠઠ જામતી. જેઓએ ટાઉન હોલની સભાનું, શ્રી મહાવીર વિદ્યાલય વ્યાખ્યાન હોલમાં મળેલી સભાનું અને લાલવાડીમાં થયેલી અનેક સભાઓનું દૃશ્ય નિહાળ્યું છે, તેઓ મુક્તકંઠે કહે છે કે, “કોઈપણ ધર્મગુરુના ધાર્મિક પ્રવચનમાં આવો ઉભરાતો માનવસાગર કદી પણ જોયો નથી !”
પૂ. પંન્યાસપ્રવરશ્રી જૈન ધર્મગુરુ હોવા છતાંય, તેઓશ્રી જ્યારે જાહેર પ્રવચનો આપે