________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપ્ત થયેલી માખીની પાંખથી પણ વિશેષ પાતળી (અંગુલીના અસંખ્યામાં ભાગ જેટલી જાડી) અને શરીરમાં રહ્યાથી શરીર પ્રમાણુ લાંબી બહોળી સંલગ્ન બેપડવાળી પણ શરીરમાંથી બહાર કાઢીયે તે બમણું લાંબી પહોળી અને અતિ બારીક રેશમના કપડા સમાન એકજ પડવાળી સુરિશ છે, અથવા શેલડીના સાંઠાનું કાળું છોડું ઉખેડતાં જેમ વેળા ગરનું અતિ પાતળું પડ ઉખડે છે, અને તે ધોળા ગરનું પડ જેમ શેલડીની કાળી છાલમાં વ્યાપી રહ્યું છે, તેમ સ્પર્શ ઈન્દ્રિયના અણુઓ પણ સંપૂર્ણ દેહના ઉપર અંદરના ભાગમાં વ્યાપી રહ્યા છે.
એ પ્રમાણે રસના ઈન્દ્રિયના અણુઓ દેખાતી જીલ્લામાં એક પડરૂપે અંગુલીની અસંખ્યાતમા ભાગની જાડાઈ અને વધુમાં વધુ ૯ અંગુલ જેટલી લંબાઈ અને જીભની પહોળાઈ પ્રમાણે પહેળાઈના માપથી જીભમાં વ્યાપ્ત થયા છે, તે જ સૂક્ષ્મ સ્વચ્છ પુલે તીખાશમીઠાશનો અનુભવ જીવને આપી શકે છે, પણ દેખાતી જીભ તેને અનુભવ આપી શકતી નથી.
નાસિકા સ્થાનમાં નાસિકા ઇન્દ્રિયના અણુઓ વ્યાપ્ત થયેલા છે, તે પડરૂપે વ્યાપ્ત નથી પણ સમુદિત પિંડરૂપે કહલાકારે રહેલા છે અને તે બે ચક્ષુના મધ્યભાગમાં હશે એમ સમજાય છે, પછી શ્રી બહુશ્રુત કહે તે સત્ય.
ચક્ષસ્થાને કાળી કીકીના મધ્યભાગમાં જે ચળક્ત તારે દેખાય છે, અને જેની અંદર સન્મુખ રહેલા પદાર્થનું પ્રતિબિંબ પણ પડી શકે છે, એ તારો અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય પુલરૂપ હેવાથી વિષય ગ્રહણ કરી શકે છે. પણ બાકીને કીકીને ભાગ તથા ડે.ળે પાંપણ વિગેરે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય તેથી તેઓ વિષય ગ્રહણ કરી શક્તા નથી.
૧ અથવા પોકળ ચાંદીના પુતળાને સુવર્ણ ગીલીટના રસમાં બોળતાં જેમ ઉપર અંદરના સર્વ ભાગમાં ગીલીટ લાગે તેમ પશેન્દ્રિય ઉપર અંદરના ભાગમાં વ્યાપ્ત છે.
For Private And Personal Use Only