________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
ઉપદેશદ્વારા મુનિના જે શ્રેષ્ઠ આચાર દર્શાવ્યા છે તેવા આચારમાં વર્તનાર મુનિઓની પરીક્ષા કરવી અને તેજ મુનિ મહારાજે સુગુરૂ તરણ તારણહાર છે એમ માનવું, તથા સુદેવ પ્રતસિદ્ધાન્તરૂપ ધર્મ, તેજ શુદ્ધ ધર્મ માન, તે સમ્યકત્વ કહેવાય.
આ સમ્યત્વનાં સડસઠ વ્યાવહારિક લક્ષણે થાન્તરથી જાણવાં.
પ્રશ્નઃ—સભ્યત્વ, જ્ઞાનીને હેાય કે અજ્ઞાનીને?
ઉત્તર–સમ્યત્વ જ્ઞાનીને અને અજ્ઞાનીને બનેને હોય. નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે –
इय नवतत्तसरूवं, जो जाणइ तस्त होइ सम्मत्तं भावेण सद्दहतो, अयाणमाणे वि सम्मत्तं ॥ १ ॥
અર્થા–એ પ્રમાણે જીવાજીવ દિ નવતત્વનું સ્વરૂપ જાણે તેને સમ્યકત્વ ઉત્પન્ન થાય, અને એ નવતત્વનું સ્વરૂપ ન જાણતા હોય પણ ભાવથી શ્રદ્ધા માત્ર રાખતા હોય તે તેવા અજ્ઞાતને પણ સભ્યત્વ હેય. તે શ્રદ્ધા કેવા પ્રકારની હોય તે જણાવે છે –
सव्वाइं जिणेसरभासिआई, वयणाइ नन्नहा हुंति इइ बुध्धी जस्स मणे, सम्मत्तं निञ्चलं तस्स ॥ २ ॥
અર્થ –જીનેશ્વરનાં કહેલાં સર્વે વચને સત્ય છે, પણ એક વચન અસત્ય ન હોય એવી બુદ્ધિ જેના મનમાં છે, તેને નિશ્ચય દ્રઢ સમ્યકત્વ હેય છે. એ પરથી જાણવું જોઈએ કે અમુક શાસ્ત્ર ભણેલાનેજ સમ્યત્વ હોય એમ નહિ. વળી એ તે નિયમ છે કે સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાનથી પ્રારંભીને આગળના જ્ઞાનવાળા. સમગ્રજનેને સમ્યકત્વ અવશ્ય હોય.
આ પ્રમાણે સમ્યત્વનું શ્રદ્ધાસ્વરૂપ જણાવીને હવે સમ્યકુત્વના આિપશમિકાદિ છે ભેદનું સ્વરૂપ કહેવાય છે, તે નીચે પ્રમાણે છે.
For Private And Personal Use Only