________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. હવે એ કષાયના સહચારી નવ નકષાય કહેવાય છે.
હાસ્ય-જીવને હર્ષ ઉપજે અથવા હાસ્ય આવે એવું કર્મ,
રતિ–જેનાથી જીવ સુખના સાધનોમાં અમેદભાવ માને તેવું કર્મ.
શેક–જેનાથી જીવને દીલગીરી ઉપજે એવું કર્મ.
અરતિ–જેનાથી જીવ દુ:ખનાં સાધનમાં દુઃખ માને તેવું કર્મ.
ભય–જેનાથી જીવ બીકણ-ભયભીત થાય એવું કર્મ.
જુગુપ્સા–જેનાથી જીવને બિભત્સ વસ્તુ દેખી તિરસ્કાર ઉપજે એવું કર્મ.
સ્ત્રીવેદ–જેનાથી જીવને પુરૂષ પ્રતિ વિષયાભિલાષ થાય એવું કર્મ,
પુરૂષદ—જેનાથી જીવને સ્ત્રી પ્રત્યે વિષયાભિલાષ થાય એવું કર્મ.
નપુંસકવેદ–જેનાથી જીવને બને પ્રત્યે વિષયાભિલાષા થાય એવું કર્મ.
૪ આયુષ. નરકાયુ–જેનાથી જીવને નરકગતિ અવશ્ય પ્રાપ્ત થાય અને તેમાં અમુક કાળ સુધી રહેવું પડે એવું કાળની મર્યાદાવાળું કર્મ.
તિર્યંચાયુ–જેનાથી જીવને તિર્યંચગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને અમુક વખત સુધી રહેવું પડે એવું કાળમર્યાદાની મુખ્યતાવાળું કર્મ,
મનુષ્કાયુ–જેનાથી જીવને મનુષ્યગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને તે મનુષ્યગતિમાં કેટલા કાળ સુધી રહેવું તેની મર્યાદા કરનાર કર્મ,
દેવાયુષ–જેનાથી જીવને દેવગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને તે દેવગતિમાં કેટલા કાળ સુધી ટકવું તેની મર્યાદા કરનાર કર્મ.
For Private And Personal Use Only