________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સમયમાત્ર સર્વવિરતિ ગુણસ્થાન સ્પર્યાબાદ તુર્ત મરણ પામે તે સર્વવિરતિ ગુણસ્થાનનો કાળ એક સમય હોય છે.
અપ્રમત્ત ગુણસ્થાનને કાળ જઘન્યથી (મરણ પામે તે) એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂને છે,અન્તર્મુહૂર્તબાદ પતિત થઈ પ્રમત્તે જાય અથવા તે અતિવિશુદ્ધતાથી શ્રેણિ પ્રારંભી આઠમે ગુણ સ્થાને જાય. તથા આઠ નવ દશ અગીયાર એ ચારે ગુણસ્થાનને કાળ જઘન્ય એક સમય તે મરણની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તને કાળ જાણ. બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને કાળ જઘન્યથી વા ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તને છે. તેરમા સયગીકેવળી ગુણસ્થાનને કાળ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વક્રોડ વર્ષનો છે. તે આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પામનાર જીવની અપેક્ષાએ, તથા ચાદમાં ગુણસ્થાનને જઘન્ય વા ઉત્કૃષ્ટકાળ પાંચ સ્વસ્વરના ઉચ્ચાર કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત જેટલું છે.
TUસ્થાનના જન્મતિ–મિથ્યાત્વ, સાસ્વાદન, અને સભ્યત્વ એ ત્રણ ગુણસ્થાન જીવની સાથે પરભવમાં જઈ શકે છે, અને શેષ ગુણસ્થાને તે ભવમાંજ વિલય પામે છે.
ગુણસ્થાનમાં મા–મિશ્ર, ક્ષીણમેહ અને સગી કેવળી એ ત્રણ ગુણસ્થાનમાં જીવ મરણ ન પામે, બાકીનાં અગીયાર ગુણસ્થાનમાં જીવનું મરણ થાય છે. એ પ્રમાણે ગુણસ્થાન સંબંધિ સંક્ષિપ્ત વિવેચન કર્યું, અને વિશેષ જીજ્ઞાસુએ શાસ્ત્રાન્તરથી વિશેષ સ્વરૂપ જાણવું.
(૧૭) જીવ ભેદ ૧૪-૫૩–સંસારી જીના ચિાદ અથવા પાંચસોસઠ ભેદ થાય છે, જેકે સંસારી જીવના ભેદ શાસ્ત્રમાં બે, ત્રણ, ચાર, પાંચ, એમ અનેક રીતે ગણાવ્યા છે, પણ ચાલ ગ્રંથમાં જઘન્યથી ચદ અને ઉત્કૃષ્ટથી પાંચસે ત્રેસઠ ભેદ ગણ્યા છે, કારણકે નવતત્વમાં જીવના ચાર ભેદ કહ્યા છે, અને ચોથા કર્મગ્રંથમાં પણ ગુણસ્થાનાદિકની પ્રાપ્તિ ચિદ છવભેદને આશ્રિને કરી છે, તથા ૫૬૩ ભેદ વધુમાં વધુ જીવવિચારાદિ પ્રકર
માં ગ્રહણ કર્યા છે. હૈમાં પ્રથમ ચાર ભેદ નીચે પ્રમાણે છે –
For Private And Personal Use Only