________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીયા ગણાય. પારણે અભિગ્રહપૂર્વક આંબિલ કરે, અને વૈયાવચ્ચ કરનાર ચાર મુનિ દરરોજ આંબિલ કરે, એ પ્રમાણે છે માસ સુધી તપ ચાલે. ત્યારબાદ વૈયાવચ્ચ કરનાર નિવિદાયિક ચાર મુનિઓ પૂર્વવત્ તપસ્યા કરે અને તપશ્ચર્યા કરી લીધેલ ચાર મુનિઓ વૈયાવચ્ચ કરવાવાળા થાય, એ તપ પણ છ માસ સુધી ચાલે, ત્યારબાદ એજ અનુક્રમે વાચનાચાર્ય છ માસ સુધી તપશ્ચર્યા કરે અને સાત મુનિમહાત્માઓ વૈયાવચ્ચ કરે, અને આઠમાંથી એક ગુરૂપણે સ્થપાય, એ રીતે અઢાર માસમાં એ તપ પૂર્ણ થાય. તત્પશ્ચાત્ પુન: પરિહારતપ આદરે, અથવા જીનકલ્પ અંગીકાર કરે, અથવા તે પુનઃ ગચ્છમાં પ્રવેશ કરે. એ મુનિઓ શ્રી તીર્થંકરના શિષ્ય હાય અથવા શિષ્યના શિષ્ય હાય પણ ત્યાર પછીના ન હોય, આ ચારિત્ર પણ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જીનેશ્વરના શાસનમાં હોય, પણ અન્યના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં ન હોય.
ક જૂથમપરાશ વિક–સૂમ એટલે કિષ્ટિરૂપ કરેલ, સંપરાય એટલે કષાયને ઉદય જે ચારિત્રમાં હોય તે સૂમસં૫રાય ચારિત્ર કહેવાય; અહિં સંપાયને અર્થ કષાય છે તે પણ ક્રોધાદિ કષાય નહિ ગ્રહણ કરતાં માત્ર સૂક્ષ્મ લેભનેજ ઉદય જાણો. આ ચારિત્ર દશમા ગુણસ્થાન રૂ૫ છે માટે ચારિત્ર મેહનીય સંબંધિ શ્રેણિયે ચઢતાં વિશુદ્ધ સૂમસંયરાય હોય અને અગિયારમા ગુણસ્થાનથી પડતાં દશમે ગુણસ્થાને આવે તેને જિઇ સૂમસં૫રાય ચારિત્ર હોય. પુન: વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર પણ બે પ્રકારનું છે, ત્યાં ઉપશમણિએ ચઢતાં -૩vપામવા ભૂમિરર વારિ, અને ક્ષપકશ્રણિવંતનું જે સૂક્ષ્મ
૧. લેભની તીવ્રમંદતાના જે અંશે પ્રથમ અનુક્રમે એકેક અધિક રૂપ સ્પર્ધકને અનુસારે હતા તે એકાધિક અનુક્રમ તોડી વિષમ અનુક્રમ રૂપે કરે તે કિદિરૂપ કહેવાય અને તેવા વિષમ કમવાળા લેભાશને અનુભવ કરવો તે દશમા ગુણસ્થાન રૂપ સુક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય.
For Private And Personal Use Only