________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં એકાતે દુઃખ જ અધિક હય, માત્ર જીનેશ્વરના જન્માદિ કલ્યાણક વખતે અમુંહત્ત પર્યત કંઈક સુખશાન્તિ અનુભવાય, તેમજ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહમાં તે કહ્યું છે કે કેટલાએકનારકીના છ એવા હોય છે કે જેઓને ભવના પ્રથમ સમયથી ભવના અન્ત સમય સુધી અશાતિ જ હોય છે, એ પ્રમાણે અત્યંત દુઃખનું થાન છે; જ્યાં ઉન્ન થતાં દુખ, ઉત્પન્ન થયા બાદ પરમધામિ આદિકનું દુ:ખ, ક્ષેત્ર પણ દુ:ખદાયી, આહાર પણ દુ:ખદાયી વિગેરે દરેક વાતનું નરકના જીને દુ:ખ દુ:ખ ને દુ:ખ જ હોય છે, એ દુખ નારકીએ જોગવી શકે છે, તેના અનંતમા ભાગનું દુઃખ મનુષ્યને પ્રાપ્ત થાય તે જીવી શકે પણ નહિ એ નરકલોક છે, તે નરકલેકમાં જે જીવનું ગમન થાય તે નરતિ કહેવાય.
૧ વર્તમાન કાળની કેળવણીવાળા કેટલાએક મનુષ્ય માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનનારા હોવાથી તેઓ કહે છે કે વર્ગ અને નરક એ બને વસ્તુતઃ નથી, પણ લકને નીતિ માર્ગમાં પ્રવર્તાવવા અને અનીતિ માર્ગથી અલગ રાખવા માટે સ્વર્ગ અને નરકના નામથી લાલચ તથા ભય બતાવ્યો છે. આ કથન તેઓનું પ્રમાણુ શન્ય છે, કારણ કે જે પ્રત્યક્ષ દેખાય તેજ માનવું, અને પરાક્ષ પદાર્થ નજ માવા એ જગતનો સત્ય વહેવાર ન કહેવાય, જેઓએ સ્વતઃ અમેરિકા ખંડ શોધી કાઢયે અને જેઓ અમેરિકા જઇ આવ્યા છે તેઓ બીજાને અમેરિકા ખંડની ઋદ્ધિ કહેવા બેસે તો તેમનું વર્ણન બીજાઓએ શું અસત્ય જાણવું છે કારણ કે વર્ણનની સત્યતા અથવા અસત્યતા આમ પુરૂષને આધીન છે, પદાર્થ કહેનાર જ પ્રમાણિક હોય તો તે પદાર્થ સત્ય અને અપ્રમાણિક હોય તો તે કદાચ સત્ય યા અસત્ય પણ હોય. દેવ અને નરક ગતિનું વર્ણન જેને દર્શનમાં તથા અન્ય દર્શનમાં મનાતા આસ પુરૂષોએ કરેલું છે, માટે આગમપ્રમાણથી રવર્ગ નરકનું અસ્તિત્વસિદ્ધ થાય છે, પુનઃ વર્તમાન વિજ્ઞાનીઓએ એવી પણ શોધ અનુમાન પ્રમાણથી કરી છે કે આકાશમાં દેખાતું જ્યોતિષ ચક્ર એ જુદીજુદી પૃથ્વી છે, અને તે પૃથ્વીમાં આ પૃથ્વીની માફક વસ્તી પણ છે. બસ એ મનોહર વસ્તીને જ શાસ્ત્રકારે સ્વર્ગ કહે છે, તેમાં વાંધે શો છે ? તેવી જ રીતે નરકનું અરિતત્વ પણ હોય છે તે પણ વાસ્તવિક છે.
For Private And Personal Use Only