________________
૮૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આગળ વધી પોર્ટ જેક્સનમાં ૨૬મી જાન્યુઆરીએ આવી પહોંચ્યા. ટેકરીઓવાળી આ જગ્યા ગુનેગારો પર નજરરાખવાની દષ્ટિએ અનુકૂળ હતી. એટલે ગુનેગારોને ત્યાં ઉતારવામાં આવ્યા. તેઓને છૂટા મૂકી દેવામાં આવ્યા અને જેમને જ્યાં ઝૂપડું કે તંબૂ બાંધીને રહેવું હોય ત્યાં રહેવાની છૂટ આપી. આમ, ૨૬મી જાન્યુઆરી ૧૭૮૮ના દિવસે ૭૦૦થી અધિક અંગ્રેજોએ ત્યાં પહેલી રાત ગુજારી અને વસવાટ ચાલુ કર્યો. એટલા માટે ૨૬મી જાન્યુઆરી “ઑસ્ટ્રેલિયન દિન' તરીકે આજ દિવસ સુધી મનાવવામાં આવે છે. આર્થર ફિલિપે પોતાની આ વસાહતનું નામ પોર્ટજેક્સન બદલીને “એમ્બિયન' રાખ્યું, પરંતુ પછીથી એમણે પોતાના ઉમરાવ (વાઇકાઉન્ટ) સર સિડનીના નામ પરથી સિડની કોવ” રાખ્યું, જે પછીથી માત્ર સિડની તરીકે જ પ્રચલિત થઈ ગયું.
આર્થર ફિલિપે ગુનેગારોને સારી રીતે વસાવ્યા એટલે ઈંગ્લેન્ડનો ઉત્સાહ વધી ગયો. પછી તો દેશનિકાલની સજા પામેલા કેદીઓને ઑસ્ટ્રેલિયા મોકલવાનું સહેલું થઈ ગયું. એમ કરતાં કરતાં ક્રમે ક્રમે એક લાખ ત્રીસ હજાર કેદીઓને ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા. આ ગુનેગારોમાં પછીથી સ્ત્રી ગુનેગારોને પણ મોકલવામાં આવી. પરંતુ સ્ત્રી કેદીઓ સોળ ટકા જેટલી હતી. તેઓને ત્યાં પરણવાની છૂટ હતી. પરંતુ ઓછી સ્ત્રીઓને લીધે ત્યાં ગુનાઓની અને બીજી સમસ્યાઓ ઊભી થઇ. એટલે પુરુષ-સ્ત્રીનું સમતોલપણું જાળવવા માટે અનાથાશ્રમોની ગરીબ છોકરીઓને તથા કારખાનાઓમાં કામ કરતી મધ્યમ વર્ગની અપરિણીત મહિલાઓને ત્યાં મોકલવાની આકર્ષક યોજનાઓ થઈ. આ રીતે મહિલાઓનું પ્રમાણ વધતાં સમતોલપણું જાળવવાની સમસ્યા હળવી થવા લાગી. ઑસ્ટ્રેલિયામાં મહિલાઓ આવતાં, તેમનાં લગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org