Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 162
________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧૫૩ અધ્યાયના ચોથા પાદમાં સવાસોથી અધિક સૂત્રમાં તત્કાલીન અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ આપવામાં આવ્યું છે. અપભ્રંશ ભાષાનું આટલું સવિસ્તર, સોદાહરણ વ્યાકરણ આ પ્રથમ જ છે. હેમચંદ્રચાર્યે જો આ વ્યાકરણ ન આપ્યું હોત તો એમના સમયમાં ભાષા કેવી બોલાતી હતી અને કેવી કેવી રચનાઓ થતી હતી એનો આપણને ખ્યાલ ન આવત. આ વ્યાકરણની એક વિશિષ્ટતા એ છે કે એનાં સૂત્રો સમજાવવા માટે હેમચંદ્રાચાર્યે પોતાના કાળમાં લોકોમાં અને સાહિત્યરસિકોમાં પ્રચલિત એવા સુંદર દૂહાઓ ઉદાહરણરૂપે આપ્યા છે. એમણે જો આ દૂહાઓ ન આપ્યા હોત તો કાળના પ્રવાહમાં એ વિલીન થઇ ગયા હોત. હેમચંદ્રાચાર્યે વ્યાકરણના નિયમો સમજાવવા માટે ફક્ત શબ્દો આપ્યા હોત તો ચાલત. આખા દૂષા આપવાની કોઇ આવશ્યકતા નહોતી, પરંતુ શૃંગાર, વીર, કરુણ, હાસ્ય વગેરે રસથી સભર એવા દૂહાઓ આપીને એમણે વ્યાકરણને વધુ રસિક બનાવ્યું છે. એમણે તત્કાલીન જનજીવનમાં પ્રચલિત એવા લોકપ્રિય દૂહાઓ પસંદગી કરીને આપ્યા છે. એ કોઇ એક અથવા વધુ ગ્રંથમાંથી આપવામાં નથી આવ્યા, પરંતુ લોકમુખે ગવાતા, લોકસાહિત્યના પ્રકારના જેવા દૂષા આપ્યા છે. પ્રત્યેક દૂહો સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત મુક્તક જેવો છે. આવા દૂહાઓમાંથી નમૂનારૂપ થોડાક દૂહા આપણે અહીં જોઇશું, જેથી એના સ્વરૂપનો ખ્યાલ આવે. દા. ત. ઢોલા સામલા, ધણ ચંપા-વણી; ણાઇ સુવÇરેહ, કસવટ્ટઇ દિણી. [નાયક શ્યામ વર્ણનો છે અને નાયિકા ચંપકવર્ણી છે. એટલે જાણે કસોટીના કાળા પથ્થર ઉ૫૨ સોનાની લીટી દોરી હોય એવા તેઓ બંને લાગે છે.] X Jain Education International X X For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186