Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 166
________________ અપભ્રંશ દૂષાનું સાહિત્ય ધવલુ વિસૂરઇ સામિઅહો, ગઉઆ ભરુ પેકખેવિ; હઉં કિં ણ જુત્તઉં હું દિસિäિ ખંડઇ દોણ્ણિ કરેવિ. [ધવલ એટલે ધોળિયો બળદ પોતાના ગાડામાં માલિકે ભરેલા ઘણા બધા ભારને જોઇને વિષાદ પામે છે અને વિચારે છે કે આના કરતાં મારા બે ટુકડા કરીને માલિકે બેય બાજુ કેમ ન જોતર્યો ? ગાડાના માલિકની નિર્દયતા પર અહીં કટાક્ષયુક્ત પ્રહાર છે.] X X X તિલહં તિલતણુ તાઉં ૫૨, જાઉં ણ ણેહ ગલન્તિ; ણેહિ પણકઇ તે જિ તિલ, ફિટ્ટવિ ખલ હોત્તિ. ૧૫૭ [તલનું તલપણું ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એમાંથી તેલ (સ્નેહ) નીકળી ગયું નથી. તેલ (સ્નેહ) નીકળી જતાં તલ તલ ન રહેતાં ખળ (ખોળ) બની જાય છે. અહીં ‘સ્નેહ’ અને ‘ખલ’ શબ્દમાં શ્લેષ્મ રહેલો છે. સ્નેહ વગરનો માણસ ખલ બની જાય છે.] X X X દિઅહા જન્તિ ઝડપ્પડહિ, પહિ મણોરહ પચ્છિ; જં અચ્છઇ તે માણિઅઇ, હોસઇ કરતુ મ અચ્છિ. [દિવસો ઝડપથી ચાલ્યા જાય છે અને મનોરથો પાછળ પડી જાય છે. માટે જે મળે તેને માણી લો. પછીથી થશે અથવા ભવિષ્યમાં કરીશું એમ માનીને બેસી ન રહો. આજનો લ્હાવો લઇ લો, કાલ કોણે દીઠી છે ?] X X X વિઉ કાસુ ન વલહતું ધણુ પુણુ કાસુ ન ઇકું; દોણ્ણિ વિ અવસર નિવડિઅઈ ત્તિણ સમ ગણઈ વિસિટ્ઠ. [જીવવાનું કોને વહાલુ નથી ? ધન પણ કોને ઈષ્ટ નથી ? પણ અવસર આવી પડે ત્યારે વિશિષ્ટજન એ બંનેને તૃણ સમાન ગણે છે.] X X X Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186