Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૬ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ જીવનની સાર્થકતા અને સફળતાને વિવિધ દષ્ટિકોણથી જોઈ શકાય. આ સંસારમાં અસંખ્ય એવા માણસો છે અને રહેવાના કે પોતે હતા તેના કરતાં કશુંક વધુ પામ્યા છે. એકંદરે સંસારના લોકો ભૌતિક સુખની અપેક્ષાએ જીવનનું માપ કાઢે છે. કોઈ ભિખારી હોય, ઘરે ઘરે ભીખ માગતો હોય, એમાંથી થોડું થોડું બચાવી એમાંથી નાની સરખી દુકાન કરવાની તક મળે અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે તો એણે એમ લાગે કે “ક્યાં મારા ભીખ માગવાના દિવસો અને જ્યાં આ વેપાર? મેં જીવનમાં કેવી સિદ્ધિ મેળવી છે!' કેટલીય વેપારી પેઢીઓમાં અને સરકારી કચેરીઓમાં માણસ પટાવાળા તરીકે જોડાયો હોય એમાંથી પુરુષાર્થ કરીને આગળ વધતાં વધતાં તે ઓફિસર બન્યો હોય તો એને એમ લાગે કે મેં જીવનમાં કશું મેળવ્યું છે'. સૈનિકમાંથી સેનાપતિ બને તો એને પોતાનું જીવન સફળ લાગે. વસ્તુતઃ સમજપૂર્વક સમય પાસે કામ લેતાં જેને આવડે છે તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે, સિવાય કે એનું નસીબ જ વાંકું હોય ! જન્મથી માંડીને જીવનના અંત સુધી પોતાની પ્રત્યેક ક્ષણ સદુપયોગમાં જ ગઈ છે અને નિરર્થક સમય ક્યારેય પસાર થયો નથી એવું તો કોઈક વિરલ વ્યક્તિ જ કહી શકે, જો તે પૂર્વજન્મનો આરાધક જીવ હોય તો. વર્તમાન કાળમાં તો એવી વ્યક્તિ મળવી તે લગભગ અસંભવિત છે કે જે દાવો કરી શકે કે પોતાના જીવનની એક પળ પણ પોતે નિરર્થક ગુમાવી નથી. ભગવાન મહાવીરની આ શિખામણ વ્યવહારુ જીવનમાં જેમ ઉપયોગી છે તેથી વધુ મોક્ષમાર્ગના સાધક માટે ઉપયોગી છે. સાધકે જે શબ્દોનું પ્રયોજન ન હોય તેવા શબ્દો, નિરર્થક શબ્દો ઉચ્ચારવા ન જોઇએ. હાસ્ય-મજાકમાં બોલાતી વાણીને અથવા કેવળ વાણીવિલાસને ત્યજવાં જોઇએ. સ્ત્રીકથા, રાજ્યકથા ઇત્યાદિ વિકથાનો ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186