Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ આફ્રિકા અને એશિયા જેવા ગરમ પ્રદેશોમાં જેવી દુકાળની પરિસ્થિતિ ઉદભવે છે તેવી યુરોપ-અમેરિકામાં નથી થતી, કારણ કે ત્યાં પાંખી વસતિ અને બારેમાસ છૂટોછવાયો વરસાદ હોય છે. નદી બારેમાસ જલસભર રહે છે. ધરતી ત્યાં બહુ સૂકાતી નથી. એશિયા કરતાં આફ્રિકા ખંડના દેશોમાં ધરતી વધુ તપ્ત રહે છે. એથી અનાજનું ઉત્પાદન પ્રમાણમાં ત્યાં ઓછું થાય છે. ઈથિયોપિયા, સુદાન વગેરે દેશોમાં વારંવાર દુકાળ પડે છે. એશિયાના દેશોમાં, વિશેષતઃ ભારતમાં એકંદરે ધરતી ફળદ્રુપ છે. ઋતુ નિયમિત હોવાથી વરસાદ પણ નિશ્ચિત મહિનાઓમાં ઓછોવત્તો પડે જ છે. ગીચ વસતિ અને ખેતીપ્રધાન દેશ હોવાથી, ભારતમાં દર વર્ષે ચોમાસાના વરસાદ ઉપર લોકજીવનનો અને અર્થતંત્રનો ઘણો બધો આધાર રહે છે. એમાં ઉપરાઉપરી દુષ્કાળનાં વર્ષો આવે ત્યારે તો પ્રજાની નૈતિક હિંમત તૂટી જાય છે. ભગવાન મહાવીરના નિવણ પછી બિહાર (મગધ)માં ઉપરાઉપરી બાર વર્ષ સુધી દુકાળ પડતાં અનેક માણસો અને પશુપંખીઓ મૃત્યુ પામ્યાં હતાં અને કેટલાયે લોકો અને સાધુ- સાધ્વીઓ સ્થળાંતર કરી ગયાં હતાં. જ્યારે પણ દુકાળ પડે છે ત્યારે ગરીબોને એ જેટલો નડે છે તેટલો શ્રીમંતોને નડતો નથી. દુકાળની શરૂઆત થાય એટલે અનાજ, પાણી, ઘાસચારો ઈત્યાદિની અછત શરૂ થાય. સંગ્રહખોરી થવા લાગે. ભાવો વધે. પોતપોતાની ખરીદશક્તિ હોય ત્યાં સુધી માણસ તે મેળવવાનો પ્રયાસ કરે. અનુક્રમે મૃત્યુના ઓળા ગરીબો પર ઊતરવા લાગે. શ્રીમંતો લક્ષ્મીના બળે છેવટ સુધી ઝઝૂમી શકે. લોકશાહી, સામાજિક જાગૃતિ, સરકારની સાવચેતી, લોકકલ્યાણનાં કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓની રાહતકાર્યો માટેની નિષ્ઠા અને તત્પરતા, પ્રચાર માધ્યમોની સહાય, સખાવતી ધનિકોની ઉદારતા, રાહતનિધિ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોકોની પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સરકારો અને સંસ્થા તરફથી મળતી મદદ-આમ મૃત્યુના સંકટમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186