Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪) સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ કપડાં-વાસણ “બરાબર” ધોવાની નોકરને કડક સૂચના આપનાર શેઠાણીઓનો ક્યાં તોટો છે? નળ બગડી ગયો હોય અને પાણી સતત ગળતું હોય, પાઈપ તૂટી ગઈ હોય, પાઈપલાઈન ફાટી ગઈ હોય, ટાંકીઓ ભૂલમાં ઉભરાતી હોય--રીઢા માણસોને આ બધી વસ્તુઓ જરા પણ ખટકતી નથી. એક લેખકે કહ્યું છે : Water is fast becoming our most valuable, most prized, most critical resource. A blessing where properly used, but it can bring devastation and ruin when left uncontrolled. મહાત્મા ગાંધીજી સાબરમતી નદીમાંથી જેટલી લોટી પાણી પોતાને જોઇએ તેટલું જ વાપરતા. એમણે કહેલું કે સાબરમતી નદી ફક્ત મારા એકલાને માટે વહેતી નથી. જૈન સાધુ-સાધ્વીઓ પાણીનો ખપ પૂરતો જ ઉપયોગ કરે છે. પાણીનો જરા પણ બગાડ એમને હાથે થતો નથી. પાણીના ઉપયોગમાં તેઓ આદર્શરૂપ છે. પ્રાકૃતિક સંપત્તિને સાચવવામાં તેમનો ફાળો મોટામાં મોટો છે. ભારતમાં નાગરિક જાગૃતિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્રકિનારો ઈત્યાદિ કચરો ઠાલવવાનું જાણે અધિકૃત સ્થાન હોય એમ ચાલે છે. ત્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી. ગામનો પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ચાલુ કચરો જ નહિ, મકાનોના કાટમાળ પણ ત્યાં ઠલવાય છે. તળાવ, જળાશય એટલે નધણિયાતું ક્ષેત્ર. ચારે બાજુથી દબાણ આવતાં તળાવો ક્ષીણ થાય અને એમાં નવાઈ શી? ભારતમાં અને દુનિયાના કેટલાયે દેશોમાં કારખાનાંઓનો દૂષિત, ક્યારેક ઝેરી પ્રવાહી કચરો સરોવરોમાં, નદીઓમાં કે સમુદ્રમાં ઠલવાય છે. એથી અચાનક લાખો માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. જીવહિંસાની દષ્ટિએ, પર્યાવરણની દષ્ટિએ, નાગરિક આરોગ્યની દષ્ટિએ આવી ઘટનાઓ માત્ર માછલીઓ માટે જ નહિ, મનુષ્યો માટે પણ ખતરારૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186