Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ અરે, પાણીની સાથે માત્ર શુદ્ધિ નહિ, પવિત્રતા પણ સંકળાયેલી છે. અભડાયેલી વસ્તુ કે વ્યક્તિ ઉપર પાણી છાંટી દીધું એટલે તે પવિત્ર થઈ જાય છે. ભગવાનની પૂજા ભક્તિ કરવી છે, દર્શન કરવા મંદિરમાં જવું છે, તો સ્નાન કરી લીધું કે પાત્રતા મળી ગઈ. પાણી ઔષધનું કામ કરી શકે છે. પાણીથી શરીરમાં રહેલા દોષ (toxins)નું ધોવાણ થઈ શકે. લોકોમાં ગંગામૈયાનું પવિત્ર પાણી ઔષધરૂપ મનાય છે. ઔષધ નીવી તોય પરંતુ ગંગામૈયાને લોકો મેલી, ગંદી બનાવતા રહ્યા છે. વળી, પાણી પોતે કાદવ, કિચડ અને ગંદકી કરે છે. ગમે તેવી સારી વસ્તુને પાણી બગાડી નાખે છે. ગંદકી અને રોગચાળો પાણીથી સવિશેષ થાય છે. સરખી સપાટીએ રહેવું એ પણ પાણીનો એક મોટામાં મોટો સગુણ છે. (Water seeks its own level) જળ સ્વક્ષેત્રે સમાન થઈને રહે છે. ત્યાં કોઈ ઊંચનીચપણું કે ભેદભાવ નથી. જળનો આ બોધ ગ્રહણ કરવા જેવો છે. એકસરખી સપાટીએ રહેવાના, સમાનતાની ભાવનાના એના આ સદ્ગુણને લીધે જ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતોમાં તે સહાયભૂત બને છે. મોટા મોટા બંધોના બાંધકામમાં આ સપાટી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇજિપ્તના પિરામિડોમાં કેવી વિશાળકાય શિલાઓ એકબીજા ઉપર ગોઠવવામાં આવી છે ! છેક તળિયે અને પાયામાં એક છેડાથી બીજા છેડામાં, સામસામી સપાટીમાં થોડોક ફરક પડે તો શિલાઓનું સમતોલપણું ન રહે. એની ઊંચીનીચી જમીનમાં ચાર હજાર વર્ષ પહેલાં વૈજ્ઞાનિક સાધનો વિના તેઓ તળિયાની સપાટી એકસરખી કેવી રીતે કરી શક્યા હશે? વર્તમાન વૈજ્ઞાનિક સાધનો દ્વારા નિશ્ચિત થાય, અડધા ફૂટનો પણ ફરક ન પડે એવી સપાટી ત્યાં જોવા મળે છે. એમ કહેવાય છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં, તેઓએ પિરામિડ માટેની જગ્યાની ચારે બાજુ ખાઈ ખોદી નાખી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186