________________
સાંપ્રત સહચિંતન ભાગ ૧૨
ત્યાગ કરે છે અને સાધુ-સંન્યાસીનાં વિશિષ્ટ વસ્ત્રો પોતપોતાના પંથ અનુસાર ધારણ કરે છે. હવે વસ્ત્ર માટે એની પસંદગી કે વરણાગી રહેતી નથી. ગૃહત્યાગ કરવા સાથે તે સુવર્ણ-રત્ન વગેરેથી મંડિત એવા અલંકારોનો ત્યાગ કરે છે. એની સાથે તે પોતાની પત્ની (જો પરિણીત હોય તો)નો પણ ત્યાગ કરે છે. બીજી સ્ત્રીઓનો ત્યાગ પણ એમાં અભિપ્રેત છે. આમ સાધુ-સંન્યાસી એટલે કંચન અને કામિનીના ત્યાગી. સાધુ-સંન્યાસી એટલે અકિંચન અને બ્રહ્મચર્યવ્રતધારી. (એ પ્રમાણે સાધ્વીનો જીવનક્રમ પણ બદલાય છે.) સાધુ થયા અને ઘર છોડ્યું એટલે આખી દુનિયા એનું ઘર. આજે અહીં તો કાલે ત્યાં. સાધુએ પોતાના ઘરની માયા છોડી દીધી છે. હવે એને કોઈ ગૃહસ્થ ભક્તના ઘરની માયા પા ન હોવી જોઈએ. સાધુ ચલતા ભલા. જ્યાં સ્થિરતા આવી ત્યાં સ્થળ, મકાન, ભક્તજનો ઈત્યાદિ માટેનો લગાવ શરૂ થઈ જાય છે. આવા એક છિદ્રમાંથી ઘણાં અનર્થો ઉત્પન્ન થાય છે. માટે સાચું જ કહેવાયું છે કે છિદ્વેષ ગનાં વડુલી પ્રવૃત્તિ । સ્થિરવાસ કરનારા સાધુઓનો પોતાના સ્થાન પર સ્થૂલ કે સૂક્ષ્મ અધિકાર ચાલુ થાય છે. કેટલીક વખત તેઓ અજાણતાં પણ એનો ભોગ બની જાય છે. સાવધ રહેવું દુષ્કર છે. પોતે સાવધ છે એવો ભ્રમ પછી ચાલુ થાય છે. ઘર છોડવું એટલે સાધુઓમાંથી પોતાનાં ઉપકરણોની આસક્તિ પણ નીકળી જવી જોઈએ. સરસ મજેદાર મખમલી પથારી, સુશોભિત પતંગો, આરામદાયક ખુરશીઓ, ભાતભાતનાં પગરખાં, ભોજનાદિ માટેનાં કિંમતી વાસણો– આવી આવી તમામ વસ્તુઓ સાધુઓએ છોડી દેવાની હોય છે. ઘર હોય એટલે શું શું ન હોય ? જેમ શ્રીમંતનું મોટું બાદશાહી આલીશાન ઘર તેમ તેમાં સુખ સગવડ માટે ભાતભાતની સામગ્રી રહેવાની. સુશોભનો માટે પણ એવા ઘરોમાં કેટકેટલી નિત નવી નીકળતી મોંઘીદાટ ચીજવસ્તુઓ જોવા મળે છે. શ્રીમંતના ઘરની ચીજવસ્તુઓ સાધુની પોતાની પાસે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૮