Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 363
________________ ચાલીએ છીએ તે તર્ક કેવો નબળે છે અને તેની નબળાઈ તર્ક દ્વારા જ તેણે બતાવી છે માટે જ એ કહે છે सर्वदृष्टिप्रहाणाय यः सधर्ममवेशयत् । મનુષ્પામુપાવાય ત નમામિ તમમ . ભ૦ ૨૭૭૦, અને તેણે સ્થાપેલ શુન્યવાદ વિશે પણ ચેતવણી આપવામાં આવી છે કે विनाशयति दुर्दष्टा शून्यता मन्दमेधसम् । सो यथा दुर्गुहीतो विद्या वा दुष्प्रसाधिता। म० २४-११ એ તે સર્પ જેવો છે જે તેને ઠીક રીતે પકડવામાં ન આવે તે પકડનારનો નાશ કરે છે. વળી બધા મતવાદનું નિરાકરણ શન્યવાદથી થાય છે એ સાચુ પણ જે શન્યવાદને પકડીને બેસી રહેવામાં આવશે તે તેને સંસારમાથી વિસ્તાર છે જ નહિ. शून्यता सर्वदृष्टिना प्रोक्ता निःसरण जिनेः । येषा तु शुन्यतादृष्टि तान् असाध्यान् बभाषिरे ।। म. १३.८ માટે પ્રજ્ઞા પામવા માટે પ્રયત્નશીલ થવું એ જ જરૂરી છે અને એટલા માટે જ શૂન્યવાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે વળી જુઓ મ. ૨૨.૧૧, ૧૨. સર્વમાન્ય પ્રમેયનું નિરાકરણ કરવા માટે નાગાર્જુને માધ્યમિકકારિકા લખી અને તવ તે ચતુષ્કોટી મુક્ત છે તેમ નિરૂપ્યું. નાગાર્જુન સર્વશન્યવાદી એટલે સર્વથા અભાવવાદી નથી એ તો તેણે કરેલા તત્ત્વના લક્ષણથી સિદ્ધ થાય છે भपरपत्यय शान्त प्रपञ्चरपश्चित । निर्विकल्पमनानार्थमेतत् तत्त्वस्य लक्षणम् ॥ १८८ તત્ત્વ એ પરપ્રત્યેય નથી એટલે કે બીજો આપણને તેનું ભાન કરાવી શકે એ શકય નથી. એનું જ્ઞાન તે જાતે જ કરવું રહ્યું. પ્રપ ચ–એટલે કે વાણી-શબ્દ વ્યવહારથી તેનું વર્ણન થઈ શકતુ નથી, નિર્વિકલ્પ છે, તેના નાના અર્થ છે નહિ અને તે શાંત છે. એ ભાવ, અભાવ, ભાવાભાવ અને ન–ભાવન–અભાવ–એમ ચાર કેટીથી પર છે, માત્ર પ્રારૂપ છે અને બુદ્ધિ તેનું વર્ણન કઈ રીતે કરી શકે તેમ છે નહિ. જે પોતાના અસ્તિત્વ માટે અન્ય ઉપર આધાર રાખે છે તે ખરી રીતે અસ્તિ કહેવાય જ નહિ. તેથી ત્ર છે, અને પરમાર્થ દૃષ્ટિએ અનુત્પન્ન પણ છે. જે સત્ છે તે સદૈવ ઉપલબ્ધ થાય છે, અને તેથી ઉપલબ્ધ થતા હોવાથી સાપેક્ષ પદાર્થ કોઈને કોઈ રીતે સત છે જ. આમ ત્યતા એ સર્વશન્યતાના અર્થની બેધક નથી જ એટલુ જ કહી શકાય કે તે પારમાર્થિક સત નથી અને પ્રપ ચ પણ નથી મ. ૧૫.૬, ૭, ૧૦; ચતુ.શતક ૮.૨૦. પણ આ શૂન્યતાની સમજ આપવી હોય તો વ્યવહારો આશ્રય લે અનિવાર્ય છેકારણ પરમાર્થ અવાઓ છતા તેની સમજ તો શબ્દોના આશ્રય વિના આપી શકાતી નથી, અને શબ્દવ્યવહાર એ પારમાર્થિક નથી પણ વ્યાવહારિક છે. व्यवहारमनाश्रित्य परमार्थो न देश्यते। परमार्थमनागम्य निर्वाण नाधिगम्यते । म० २४.१०

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416