Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 369
________________ તરંગલેલા થાય તેમ કરવાની ઉતાવળ રાખે, પિતાના મનોરથ પૂરા થયાથી સંતુષ્ટ બનેલા માણસનું મરણ સફળ કહે ાય છે (૧૯૨૨) અત્યત સ કટગ્રસ્ત પુરૂષે પણ વિષાદ પામવો નહી. લે ! છોડીને ચાલી ગયેલી લક્ષ્મી ઘડીકમાં જ પાછી આવી મળે છે (૧૯૨૩) જે વિષમ દશા ભોગવત છે અને જેને પુરપાથ નષ્ટ થયા હોય તેવા પુરુષને સહેવું પડતું દુઃખ પણ તેની પ્રિયતમાના સગમાં સુખ બ [ જાય છે. (૧૯૨૪) કમફળની અનિવાર્યતા હે ગૃહસ્વામિની. આ પ્રમાણે સાભળીને મારા પ્રિયતમ એ ગીતના ભાવાર્થથી પ્રેરાઈને મને કહેવા લાગ્યા (૧૦૫) “હું વિશાળ નિતબવાળી પ્રિયા, તું મારા આ વચનો પ્રત્યે ધ્યાન આ૫ : હે કાળા, સુવાળા, લામા કેશકલાપવાળી પ્રિયા, જેનું રહસ્ય નિગૂઢ છે તેવાં પૂર્વે કરેલાં કર્મોના પરિણામથી નાસી છૂટવું કઈ રીતે શક્ય નથી.(૧૦૨૬) ગમે ત્યાં નાસી જનાર પણ, હે પ્રિયા, તાતને વશ અવશ્ય થાય છે, પ્રહારોથી સંતાવાનુ કરનાર કોઈ પણ માણસ પ્રારબ્ધ કર્મળને અટકાવી શકતો નથી. (૧૦૨૭) જે કહે અને નક્ષત્રવંદના વામી અમૃતગર્લ ચદ્રને પણ આપત્તિ આવી પડતી હોય છે, તે પછી સામાન્ય માણસને તે ક્યા શોક કરવો ? (12). પોતે જ કરેલા કર્મનુ પરિણામ ક્ષેત્ર, દ્રવ્ય, ગુણ અને કાળ પ્રમાણે, સુખદુ અને ફળ રૂપે પ્રાપ્ત થાય છે, તેમાં બીજે કાઈ તે માત્ર નિમિત્ત બને છે (૧૯૨૯) ના હે સુદરી, તુ વિપાદ ન ધર, આ જીવલેકમા કોઈ કરતાં કેઈથી પણ સુખદુબ પાપ્તિ રામના વિધિનું વિધાન એળ ગી શકાતું નથી.” (૧૩૦). આમ, હે ગૃહભ્યામિની, એ દિશામાં પ્રિયતમના સમજાવટનાં વચનનો મર્મ પામીને, એ પ્રિય વચનેથી પ્રાપ્ત થયેલા આશ્વાસ કરીને ભારે શોક હળવો થયો. (૧૦૩૧) સમભાવી બનીઓ આગળ વતક કથાનું વર્ણન મારા રુદનથી ત્યાં એકઠી થયેલી બ દિનીએ અત્યત ઉગ પામી. પિતાના પતિની સાથે બંધન પામેલી વિભાવથી ભેળી() મૃગલી જેવી મારી દશા હતી () (૧૦૩૨). મારે કરુણ વિલાપ સાંભળીને જેમના આસુ ઉભરાઈ આવ્યાં છે તેવી તે બ દિનીઓ પોતપોતાના સ્વજનોને સાંભળીને કયાંય સુધી ટુન કરતી રહી. (૧૦૩૩) તેમાની જે કટલીક તેમના સ્વભાવગત વાત્સલ્યને લીધે સુકુમાર હદયવાળી હતી તે અમારા પર આવી પડેલું સંકટ જોઈને અનુકંપાથી અંગ કપિન થતી સકે ધ્રુસકે રડવા લાગી. (૧૦૩૪) રડેલાં નેત્રે તે બંદિનીએ પૂષ્પા લાગી, તમે કયાથી, કઈ રીતે આ અનર્થના ધર સમા ચોરના હાથમાં આવી પડયા છે (૧૯૩૫) એટલે હે ગૃહવામિની, તે ચક્રવાક તરીકેના ભવને સુપગ,

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416