Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 367
________________ તલાલા ૧૨૫ દ્રવ્યના બદલામાં છોડવાને નિફળ પ્રસ્તાવ તર ગવતીને વિલાપ મેં પેલા ચારને કહ્યું, “કીશાબીનગરીના સાર્થવાહને આ એકને એક પુત્ર છે, અને હું ત્યાંના શ્રેષ્ઠીની પુત્રી છું (૧૦૦૬). તારે જેટલાં મણિ, મુક્તા, સુવર્ણ કે પ્રવાલની ઈચ્છા હોય તેટલા અમે તને અહી રહ્યાં છતાં અપાવીશું (૧૦૦૭). તમારે કોઈ માણસ અમાર, લખેલા પત્ર લઈને બંનેને ઘરે જાય અને તમને દ્રવ્ય મળે તે પછી તમે અમને બંનેને છોડ. (૧૦૮) એટલે તે ચરે કહ્યું, “અમારા સેનાપતિએ તમને બંનેને કાત્યાયનીના જાગ માટેના મહાપશુ કરાવ્યા છે. (૧૦૯) તેને આપવાનું અમે ન આપીએ તે તે ભગવતી અમારા પર છે, એની કુપાએ તે અમારી બધી કામના પૂરી થાય છે (૧૧૦) કાત્યાયનીની કૃપાથી અમારા કામમાં સિદ્ધિ, યુદ્ધમાં વિજય અને બધી વાતનું સુખ થશે, એટલે અમે તમને છોડવાના નથી” (૧૦૧૧). "એ સાંભળીને તથા ગરદન અને હાથન પીઠ તરફ વાળીને બાધવાને કારણે પ્રિયતમના શરીરને મરડલ જોઈને હુ વધુ જોરથી રુદન કરવા લાગી. (૧૦૧૨) હે ગૃહસ્વામિની, પ્રિયતમના ગુણ અને પ્રેમાનુરાગરૂપી બેડીથી બંધાયેલી હુ ત્યા અતિ કી રૂદન કરતી, વિવર્ણ અને વિવરણ બની રહી (૧૦૧૩) હું લોકોને ચિતાને ઉત્તપ્ત કરીને વ્યથિત કરતુ (), બદિનીઓને પણ આસુ આવે તેવું કણસતુ રૂદન કરવા લાગી (૧૧) આંસુથી ગાલ, અધરેષ્ઠ અને સ્તનપૃષ્ઠને ભી જવતી હુ પ્રિયતમને છોડાવવા માટે () લગાતાર રડી રહી. (૧૦૧૫). હે ગૃહસ્વામિની, કૂટતી પીટતી, વાળ ખેચતી, હું ત્યાં ખાડાટેકરાવાળી મેંય પર આળોટવા લાગી. (૧૦૧૬) “ જાણે કે સ્વપ્નમાં જોયો હોય તેમ તું ગુણવતો મને પ્રાપ્ત થશે. તેથી કરીને(2) મને આ રૂદન આવી પડયું (૧૦૧૭): હે ગૃહિણી, પ્રિયના આવી પડનારા દુ સહ વિરલના શોકે ઘેરાયેલી હુ એવા એવા કરુણ વચને વિલાપ કરવા લાગી. (૧૦૧૮) અકસ્માત પ્રોત્સાહક ગીતનું શ્રવણ તે વેળાએ ત્યાં પીઠામાં બેઠેલા કેટલાક સુભટએ શ્રવણને સુખદ સુમધુર ગીતવાદિત્ર સાથે આ પ્રમાણે ગાયું (૧૯૧૯) : આવી પડેલી આપત્તિની અવગણના કરીને સાહસકર્મ આદરનાર પુરુષને કાં તો વિપત્તિ મળે, કા તો સિદ્ધિ મળે. (૧૦૨૦). પ્રવૃત્તિ આદરનાર પુરુષને કા તે લક્ષ્મી પ્રાપ્ત થાય અથવા તે મરણ, પર તુ પ્રવૃત્તિ શરૂ ન કરનારને મરણ તો અવશ્ય આવવાનું અને લક્ષ્મી પણ નહી મળવાની. (1૦૨૧). મૃત્યુ સૌકાઈને આવતુ હોય છે, માટે પોતાનું પ્રિય તરત

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416