Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 383
________________ ૧૪ તરંગલાલા આર્યપુત્રે પણ તેને ઓળખ્યા, અને ગાઢ આલિંગન દઈને તેને પૂછયું, “અરે, તારે અહી કેમ આવવાનું થયું તે મને જલદી કહે (૧૧૦ ૪) સાથ વાહ, માતા અને મેકે સી કુશળ તો છે ને ?' એટલે એક ઘડી.. તે બાજુમાં બેય પર બેસી, પિતાના જમણા હાથમાં મારા પ્રિયતમના ડાબા હાથની આંગળી પકડીને કહેવા લાગ્યા (૧૨૫ ૧૧), * કન્યા નાસી ગઈ એમ જયારે શ્રેણીના વરમાં નિર્મળ પ્રભાતકાળે જાણ થઈ, ત્યારે દાસીએ અમને તમારે પૂર્વસ બ ધ જણાવ્યું રાત્રીના નીકળીને છૂપીથી તમારૂ પ્રયાણ વગેરે તે દાસીએ તમારા મ બ ધીઓને જે પ્રમાણે પોતે જે હતું તે પ્રમાણે બધું જ કહ્યું. (૧૧૨–૧૧૨૮). પ્રભાતસમયે એકાએ સાર્થવાહને ઘરે જઈને કહ્યું, “સાર્થવાહ, મેં ગઈ કાલે તારું મન કડવું કર્યું તે માટે મને ક્ષમા કર. ( ૧૯). મારા જમાઈની શોધ કરે. તે ડર ન રાખે અને જલદી પાછો આવે. તમારે પુત્ર પરદેશમાં અને ઘરે રહીને શું કરશે ?' (૧૧૩૦), વળી તમારા પૂર્વજન્મને જે વૃત્તાંત ઘસીએ જે પ્રમાણે જણાવ્યું હતા તે બધે શ્રેષ્ઠીએ કમશ સાર્થવાહને કહ્યો. (૧૧૩૧) તારી વત્સલ માતા તારા વિવેગમાં શેકાવેગે ન કરતી આસપાસનાને પણ રડાવી રહી (૧૧૩ર' તેટલામાં તે સાર્થવાહના પુત્રને અને શ્રેષ્ઠીની પુત્રીને તેના પૂર્વજન્મનું સ્મરણ થયું છે એવી કર્ણોપકર્ણ પ્રસરેલી વાતથી આખી સાગરી ભરાઈ ગઈ (૧૧૩૩) તે પછી શ્રેષ્ઠી અને સાર્યવાહે તમને ખેળવા માટે સે કો દેશ, નગર, ખાણ વગેરે સ્થળોએ ચેતરમાણસે મેકલ્યા. (૧૧૩૪. મને પણ ગઈ કાલે તમારી શોધમા પ્રશાશક મોકલ્યો આજે ત્યાં આવી પહે, પણ ત્યાં તમારા કશા સમાચાર મળ્યા નહી (૧૧૩૫). એટલે મેં વિચાર કર્યો કે પૈસે ઘસાઈ ગયેલા, અત્ય ત પીડિત પતિત, અપરાધી અને કપટવિઘા વાળા લોકો સીમાવર્તી ગામમાં આશરેશ લઈને રહેતા હોય છે. (૧૧૩૬) આથી ત્યાં સર્વત્ર પૂછપરછ કરીને તપાસને માટે હું અહી આવ્યું. મારા પર દેવની કૃપા થઈ જેથી કરીને મારો શ્રમ સફળ થયે (૧૧૩૭). સાર્થવાહે અને શ્રેષ્ઠી ને પિતાને હાથે લખેલા આ પત્રો તારે માટે આપ્યા છે એ પ્રમાણે કહીને તેણે પ્રણામપૂર્વક તે પત્ર ધર્યા (૧૧૩૮).

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416