Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 411
________________ તાલાલા તેલનો અભ્યાગ કરેલા છે. આગ પર રજ ચેટે છે તેમ રાગદ્વેષરૂપી તેલથી ખરડાયેલાને કર્મ ચેટે છે એમ જાણવું. (૧૩૪૦). મહાન દેવાગ્નિ વડે તેને જીવ વિવિધ રૂપે પરિણાવે છે-જેમ જઠરાગ્નિ પ્રત્યક્ષપણે પુરુષના હારિક શરીરમાં વિવિધ પરિણામ લાવે છે.. એ પ્રમાણે કર્મશરીર યુક્ત () જીવને જાણ (૧૩૪૧-૧૪૪૨) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ નામ, ગોત્ર અને અતરાય—એમ આઠ પ્રકારના કર્મોના છ પરિમિત ભેદ અને ગ્રહણ, પ્રદેશ અને અનુભાગ પ્રમાણે વિભાગ થાય છે (૧૧૪૩-૧૩૪૪) જેમ બે વેરેલા વિવિધ પ્રકારના બી તેના વિવિધ ગુણ અનુસાર પુષ્પ અને ફળરૂપે અનેકવિધતા પ્રાપ્ત કરે છે, તેમ મેગથી બાધેલુ અને અશાત વેદનીય ગુણવાળુ એક નવું કર્મ વિવિધ વિપાકરૂપે અનેકના પ્રાપ્ત કરે છે. (૧૩૪૫-૪૬) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભા ને અનુલક્ષીને કર્મને ઉદય પાંચ પ્રકારે નિર્દો છે (૧૩૪૭), સંસાર (તે કમને કારણે જીવ) અપરિમિત સ સારમાં પરિભ્રમણ કરે છે તે સારને કારણે ભવને ઉપદ્રવ થતાં તે જ પ્રાપ્ત કરે છે, જન્મને કારણે શરીર, શરીરને કારણે ઈદ્રિયવિશેષ, ઈદ્રિય અને વિષયને કારણે મન, મનને કારણે વિજ્ઞાન, વિજ્ઞાનને કારણે તે સવેદન અનુભવે છે અને સંવેદનને કારણે તે તીવ્ર શારીરિક અને માનસિક દુઃખ પામે છે (૧૭૪૮–૧૩૫). આ દુઃખ દૂર કરવા માટે સુખની ઇચ્છાવાળા તે પાપકર્મ આચરે છે અને તે પાપને કારશે જન્મમરણના રહે ટમ તે ફકાય છે. (૧૩૫૧). તેના કર્મો તેને ઉત્તરોત્તર એકએક કરીને નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની નિમાં ભાડે છે. (૧૩૫૨). કમીનુસાર ચડાલ, મુષ્ટિક, પુલિદ વ્યાધ, શક, યવન, બર્બર વગેરે વિવિધ મનુષ્ય જાતિઓમાં તે જન્મે છે. (૧૩૫૩). ઈહિ અને શરીરના નિર્માતા અને પૂર્ણતા, પરવશતા આ પ્રભુત્વ, સૌભાગ્ય અને દુર્ભાગ્ય, સ યોગ અને લિંગ, ઉચ્ચ કે નીચ ગોવ, આયુષ્ય અને ભાગેની વૃદ્ધિ ક ક્ષય, અર્થ અને અનર્થ–જન્મને કારણે પોતાનાં કર્મોમાં ખૂલે તે આ પ્રકારના તથા અન્ય અનેક સુખદુઃખ અન ત વાર પામે છે. (૧૩૫૪-૧૩૫૬)

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416