Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 403
________________ તરંગલાલા ૧૬૧ તર‘ગવતોની શોધ અને પ્રત્યાયન શેઠાણીના અનુરોધથી તેણે કહ્યું, “તુ ધીરજ ધર, હું તારી દીકરીને લાવી આપુ છું, સાર્થવાહને ઘેર તેના કશા સમાચાર હેાય તે હું મેળવું છું (૧૨૮૨-૧૨૮૩). “તું શા માટે તેને બહાર લઈ ગઈ ?' એ પ્રમાણે ઘરના બધા માણસોએ મને પાઠ શીખવવા રોષપૂર્વક વાગ્યાથી વીંધી (૧૨૮૪). આપણે જે માણસો તારી શોધમાં ગયા હતા, તેઓ સૌ તુ પાછી આવી રહી છે. એવા સમાચારે, હે સુંદરી, આન દિત થઈને પાછા ફર્યા. (૧૨૮૫)” એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, સારસિકાને પૂછતાં તેણે જે રીતે બધુ બન્યુ હતુ તે મને વિસ્તારપૂર્વક કહી બતાવ્યું (૧૨૮૬) મે પણ આય પુત્રની સલાહથી, ગુપ્તતા જાળવવાના હેતુથી, (તેની વાટ જોયા વિના) ઉતાવળે નાસી જવાને નિર્ણય લીધેલો એ ખુલાસો તેની પાસે કર્યો (૧૨૮૭) દંપતીને આનંદવિવેદ પછી કેટલાક દિવસ વીતતાં, સસરાજીએ મારા પ્રિયતમને, વિદગ્ધ આચાર્યોની દેખ રેખ નીચે પુરુષપાત્ર વિનાનું નાટક તૈયાર કરાવીને આપ્યુ. (૧૨૮૮) અમે અમારા નેહીઓ, બાધવો, પૂજ્ય અને મિત્રોના સમૂહથી વી ટળાયેલાં, ઉત્તમ મહાલયમાં વસતા, કમળસરોવરમાં ચક્રવાક સમાં, કીડા કરતા હતા (૧૨૮૯) પ્રેમકેલીના પ્રસ ગાથી પુષ્ટ બનેલા ઉતકટ અનરાગથી અભારે હાથ બંધાયેલા હોઈને અમે એકબીજાને એકાદ ઘડી માટે પણ છોડી શકતા ન હતા (૧૨૯૦) પ્રિયતમના સગ વિનાને અ૫ સમય પણ મને ઘણે લાંબે લાગતે, બધે સમય અમે નિબિડ પ્રેમક્રીડામા નિરતર રચ્યાપચ્યા રહેતા. (૧૨૯૧). સ્નાન, ભોજન શણગાર, શયન, આસન વગેરે હૃદયાલાદક શારીરિક બેગમાં અમે રમમાણ રહી પછી નાટક જેને (૧૨૯૨). સુગધી અ ગરાગ લગાવી, પુષ્પમાળાઓ પહેરી પરસ્પરમાં આસક્ત એવા અમે તદ્દન નિશ્ચિત મને સુખમા દિવસે વિતાવતાં હતાં. (૧૨૯૩). gયક એવા પ્રકારના સુખમાં, યથેષ્ટ વિષયસુખના સાગરમાં સહેવ કરતા, અમે નિર્મળ પ્રહ, ચંદ્ર અને નક્ષત્રોથી શોભતી, અનેક ગુણયુક્ત એવી શરદઋતુ પસાર કરી. (૧૨૯૪) તે પછી જેમા ઠડીને ઉપદ્રવ હોય છે, વધુ ને વધુ લાબી થતી રાત્રીઓ હેય છે, સૂરજ જલદી નાસી જતો હોય છે અને ખૂમ પવન ફૂકાત રહે છે તેવી શિશિર ઋતુ આવી પહોચી. (૧૨૯૫). ૨ , ચ ઇનલેપ, મણિ અને મોતીના હાર તથા કંકણ, તેમ જ ક્ષમતા

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416