Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 397
________________ તાલાલા પિતાજીએ અમને કહ્યું, “તમે પહેલા મને આ વાત કેમ ન કરી ? તે તમને આવી આફત ન આવતા અને આ અપવાદ ન લાગત (૧૨૩૬). સજ્જન પિતાના પરનો ઉપકાર થડે હોય તે પણ, જ્યાં સુધી તે પ્રત્યુપકાર ન કરે ત્યા સુધી, ઋણને જેમ, કૃતજ્ઞભાવે તેને ઘણે મોટો માને છે. (૧૨૩૭). ઉપકારના ભારે ચ પાતા પુરુષો ઉપકારના વૃદ્ધિ પામતા આણ નીચે, પ્રત્યુપકાર કર્યા વિના કઈ રીતે ઉચ્છવાસ લઈ શકતા હશે . (૧૨૩૮) કરેલા ઉપકારનો જ્યાં સુધી પોતે બમણે બદલે ન વાળી શકે ત્યાં સુધી સર્જન મદરપર્વતના જેટલો ભારે બન્ને પિતાના મસ્તક પર વહે છે (૧૨૩૮). જેમણે તમને જીવિતાન આપીને અમને પણ જીવિતદાન આપ્યું તે માણસને હુ ન્યાલ કરી દઈશ ()' (૧૨૪૦) એવાં અનેક વચને કહીને, હે ગૃહપામિની, શ્રેષ્ઠી અને સાર્થવાહે અમારા મન મનાવી લીધાં (૧૨૪૧). અમારા સ્વજને, પરિજનો તેમજ ઈતરજને અમારા પ્રત્યાગમનથી ઘણા રાજી થયા. નગરીના લેકે તે જ વેળા અમારુ કુશળ પૂછવા આવ્યા. (૧૨૪૨). કુશળ પૂછવા આવનારાઓને તેમ જ ભગળવાદકે અને ભગળપાઠકને સોનુ તથા સોનાના આભૂષણુની યથેચ્છ ભેટ આપવામાં આવી, (૧૨૪૩). કુલ્માષહરતીને પ્રસન્નતાપૂર્વક એક લાખ સેના મહેર અને મારા સૌ સ્વજનોના તરફથી એક એક આભૂષણ આપવામાં આવ્યું. (૧૨૪૪) વિવાહ કેટલાક દિવસો પછી મારા કુલીન કુટુંબના વૈભવને અનુરૂપ અને નગરમાં અપૂર્વ એવો અમારે સુ દર વિવાહેસવ ઉજવાયો. (૧૨૪૫). અમારે તે અનુપમ વિવાહમહત્સવ લોકોને માટે અસાધારણ દર્શનીય અને સૌની વાતનો વિષય બની ગયે. (૧૨૪૬). અમારા બંને કુલીન કુટુંબ નિરતર પ્રીતિ અને નેહથી બંધાયેલાં અને પરસ્પરનાં સુખદુઃખના સમભાગી બનીને એક જ કુટુંબ જેવા બની ગયાં. (૧૨૪૭) મારા પ્રિયતમે પાંચ અણુવ્રત તથા ગુણવ્રત લીધા અને અમૃતરૂ૫ જિનવચનેના અગાધ જળામા તે મગ્ન બન્યો. (૧૨૪૮). મારા બધા મનોરથ પૂરા થયા હોવાથી મેં પૂર્વે કરેલા, સર્વ મનોરથ પૂરનારા એકસો આઠ આબેલના તપનુ ઉજમણુ કર્યું. (૧ર૪૯). પછી મે દાસીને પૂછ્યું, “પ્રિયતમની સાથે જ્યારે હુ ચાલી ગઈ તે વેળા અમારા ધરમાં અને તારા સંબંધમાં શું શું બન્યું હતું ?' (૧૨૫૦)

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416