Book Title: Samayik Bhav Author(s): Rashmikant Shah Publisher: Rashmikant Shah View full book textPage 4
________________ સામાયિક ભાવ રે ૩ સમ’ શબ્દના ત્રણ મુખ્ય અર્થ કરી શકાય. સંસ્કૃતનો ‘શમ” એટલે પ્રાકૃત/અર્ધમાગધીમાં ‘સમ” થાય. ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’ બોલીએ છીએ ત્યારે ‘દુક જરા જંતિ ઉવસામ” એમ આવે છે. ઉપશમ એટલે એક અર્થ શમન, શમાવવું, શાંત થવું એ થયો. સામાયિક કર્યા પછી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો અને આપણા મનના આવેગો અને આવેશો શાંત પડવા જોઈએ. પ્રતિક્રમણમાં રોજ ૧૮ પાપસ્થાનકનું “મિચ્છા મિ દુક્કડ' કરો છો ને? તો એ અઢારેય પાપસ્થાનકમાં રોજ ઘટાડો થવો જોઈએ. ક્રોધ, અભિમાન, અહંકાર શમવા જોઈએ. કલહ કંકાસ કરવાનું ઘટવું જોઈએ. નિંદા, ટીકા, ચાડી-ચુગલી કરવાની કુટેવો છૂટવી જોઈએ. પણ જો તમે સામાયિક કરીને ઊઠયા, રસોડામાં દૂધ ઉભરાઈ ગયું કે રકાબી ફૂટી ગઈ અને તમને ક્રોધ આવ્યો, તમારા મોઢામાંથી એલફેલ શબ્દો નીકળવા માંડ્યા..... તો તમારી એ સામાયિકની ક્રિયા નિષ્ફળ ગઈ. તમારૂં સામાયિક નકામું ગયું. એટલે આ બધું રોજરોજ ઘટતું જાય, ઓછું થતું જાય તો જ આપણને સમતાનો લાભ થયો એમ કહેવાય અને તો જ આપણું એ સામાયિક બરાબર થયું એમ કહી શકાય. પ્રવીણભાઈએ વાત કરી કે તમે બધા સામાયિક તો રોજ કરો છો.... પણ આજે રાત્રે એને લગતું કંઈક નવું હું તમને આપવાનો છું. આજની વાત બરાબર સમજી લીધા પછી આવતી કાલથી તમારી સામાયિકની શુષ્ક ક્રિયા બદલાઈને તે ભાવપૂર્વકનું અનુષ્ઠાન બનવું જોઈએ. બહુ સમજવા જેવી વાત છે. આ તો ‘સમનો એક અર્થ થયો (reduction) શાંત થવું જોઈએ ઘટવું જોઈએ. રોજે રોજ તમે સામાયિકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38