Book Title: Samayik Bhav Author(s): Rashmikant Shah Publisher: Rashmikant Shah View full book textPage 9
________________ ૮ સામાયિક ભાવ એ બ્રહ્મ, એ ચેતના, એ આત્મા, એ રૂહ, એ તત્ત્વ મારામાં, તમારામાં, બધામાં સરખું હોય, સમાન હોય, એમાં કાંઈ પણ ફરક ન હોય. આ સમ શબ્દનો ત્રીજો (equalityનો) અર્થ પણ બરાબર સમજી લેવો પડે. હું દાખલો આપીને સમજાવું : ધારો કે આ હોલમાં ૮૦૦ ખાલી ઘડા મૂક્યા છે. ઘડા નાનામોટા, જાડાપાતળા, ઊંચાનીચા, ધોળાકાળા – જાતજાતના રંગવાળા, ભાતભાતના આકારવાળા – આ બધા ઘડા ખાલી હોય તો પણ તેમાં આકાશ (અવકાશ space) તો છે જ. કોઈ પણ ઘડામાં શૂન્યાવકાશ (vacuum) નથી. જો આ બધા ઘડાને તોડીફોડી નાખીએ તો એમાંનું અલગ અલગ આકાશ એક થઈ જાય કે નહિ? અને એ એક થઈ ગયેલા આકાશના ગુણધર્મ એક સરખા હોય કે જુદા જુદા? અને એ તૂટેલા ઘડાઓનું એક થયેલું આકાશ, બહારના આકાશ સાથે પણ એક થઈ જાય કે નહિ? ખરેખર સમજો તો બધા ઘડામાં એક જ આકાશ છે અને બધા ઘડા પણ એક જ આકાશમાં છે! એટલે અંદરનું અને બહારનું એ બધું આકાશ એક જ હોય, એના ગુણધર્મો દરેકમાં એક સરખા જ હોય. આકાશ અલગ ન હોય પણ દરેક ઘડો એમ સમજે કે ‘મારૂં આકાશ જુદું છે', અથવા માત્ર બહારથી ઘડાને જોનાર પણ એમ જ સમજે કે બધા ઘડાની અંદર જુદું જુદું આકાશ રહેલું છે, એટલે ઘડા પ્રમાણે એ આકાશના ગુણધર્મો પણ જુદા જુદા હશે!! અથવા એ ૮૦૦ ઘડામાં પાણી ભરો તો એ પાણીથી ભરેલા ઘડાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38