Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 30
________________ સામાયિક ભાવ - ૨૯ ૨૫ સે. મિ. એટલે કે ૧૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આખા મુંબઈમાં રસ્તાઓ પર પાણી ઉભરાવા લાગ્યું, કારણ કે એક તો દરિયામાં ભરતી હતી એટલે દરિયામાંથી પાણી અંદર આવ્યું અને બીજું , આપણી ગટર સિસ્ટમમાં કચરો ભરેલો હતો એટલે ગંદું પાણી બહાર નીકળી શકયું નહીં. ૧૪મી જુલાઈએ વરસાદ બંધ થયો એટલે કે વરસાદનું નવું પાણી આવવાનું બંધ થયું. દરિયામાં ભરતી ઓસરી ગઈ અને પછી આપણે ગટરોમાંથી કચરો સાફ કર્યો ત્યારે ગંદું પાણી વહી ગયું. ફરીથી પાછું એવું જ ૨૨, ૨૩ ઓગષ્ટ બન્યું. આ આપણા બધાની નજર સામે થયેલો તાજો અનુભવ છે. એના પરથી આપણે બોધપાઠ લઈ શકીએ કે પહેલાં જે આવક છે, વરસાદની, પાણીની કે કર્મોની, તે બંધ કરવી પડે. રોજ આપણે જે નવાં નવાં કર્મો બાંધીએ છીએ – કષાયથી, ૧૮ પાપસ્થાનકથી – તે પહેલાં બંધ કરવું પડે. પછી જ આપણે કર્મોની બાદબાકી કરવાનો એટલે કે કર્મોની નિર્જરા (ક્ષય) કરવાનો પુરુષાર્થ કરીએ તો તે સફળ થાય. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणो ह्यपि बोद्धव्यं, बोद्धव्यं च विकर्मणः। अकर्मणश्च बोद्धव्यं, गहना कर्मणो गतिः॥ - શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય ૪, શ્લોક ૧૭. કર્મ શું છે તે જાણવું જોઈએ, વિકર્મ શું છે તે પણ જાણવું જોઈએ અને અકર્મ શું છે તે પણ જાણવું જોઈએ કારણ કે કર્મની ગતિ બહુ ગહન છે. આપણને આ કર્મ, વિકર્મ અને અકર્મની કંઈ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38