Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ ૬ સામાયિક ભાવ આપણું સામાયિક બરાબર થયું કે નહિ એની આપણને કેવી રીતે ખબર પડે? આપણી સફળતાનો માપદંડ કયો છે? આપણે રાત્રે સૂઈ જઈએ અને સવારે ઊઠીએ ત્યારે બગાસાં ન આવે, થાકેલા ન લાગીએ અને શરીરમાં તાજગી અને સ્કૂર્તિ જણાય તો આપણે કહી શકીએ કે ‘બહુ સરસ ઊંઘ થઈ.” આપણે સવારે ઊઠીને બ્રશ કરીએ, દંતમંજન કરીએ, મોટું ચોખ્ખું કરી લઈએ અને તાજા લાગીએ તો કહી શકાય કે બ્રશ/દંતમંજન સારી રીતે થઈ ગયું છે.” (દિવસમાં આપણે બ્રશ કેટલી વાર કરવું પડે? દર કલાકે કરવું પડે? કેટલી વાર કરાય? દિલથી સાચું પ્રતિક્રમણ કેટલી વાર કરવું પડે?) આપણે પ્રભુની પૂજા કરવા દેરાસરમાં જઈએ અને પૂજા કર્યા પછી ચિત્તમાં પ્રસન્નતા ન થાય તો આપણે પૂજા કરી એ દ્રવ્યપૂજા થઈ પણ એનું પૂરૂં ફળ ન મળ્યું એમ કહેવાય. પરમ યોગી આનંદઘનજીએ કહ્યું છે : ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ”. પૂજા કરીને આવ્યા પછી ચિત્તની એ પ્રસન્નતા આખો દિવસ રહેવી જોઈએ, તો જ એ દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા પણ થઈ એમ કહેવાય. આપણે જમીને ઊઠીએ અને સંતોષના ઓડકાર આવે તો ‘બરાબર જમ્યા છીએ' એમ કહી શકાય, નહિ તો ભોજન અધૂરું થયું એમ કહેવાય. આપણે ઘડિયાળને ૧-૨ મિનિટ ચાવી આપીએ અને એ ૨૪ કલાક સુધી બરાબર ચાલ્યા કરે તો ચાવી બરાબર આપી છે એમ કહી શકાય, નહિ તો પૂરી ચાવી આપી નહોતી એમ કહેવાય. એવી રીતે આપણે સામાયિકનું અનુષ્ઠાન, આપણું દ્રવ્યસામાયિક

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38