Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 33
________________ ૩૨ = સામાયિક ભાવ ૫. ૧૪ રાજલોકમાંથી આવતાં પાપકર્મોનો અટકાવ (સંવર) થઈ જાય 9. ૬. તમારાં જે અશુભ કર્મો છે તે છીણાઈ જાય છે (છિન્નર કુર્દ H) અને દેવલોકનું આયુષ્ય બંધાય છે. ૭. રોજના એક લાખ ખાંડી સોનાના દાન કરતાં પણ એક શુદ્ધ સામાયિકનું ફળ અનેક ગણું વધી જાય છે. શુદ્ધભાવનું એક સામાયિક કરવાથી – શુદ્ધભાવ એટલે ટેલિફોન નહીં, ડૉરબેલ નહીં, ટી.વી. નહીં, આડું અવળું જોવાનું નહીં, વાતચીત નહીં, ચર્ચા નહીં – એ બધાં વગરનું એટલે કે દશ મનના, દશ વચનના અને બાર કાયાના – એ બત્રીશ દોષો ટાળીને તથા પાંચ પ્રકારના અતિચાર ન લાગે એ રીતે તન્મયપણે સમતાભાવમાં રહીને સામાયિક કરે તો ૯૨, પ૯, ૨૫, ૯૨૫ (બાણું કરોડ, ઓગણસાઠ લાખ પચ્ચીસ હજાર નવસો પચ્ચીસ) પલ્યોપમથી અધિક દેવલોકનું આયુષ્ય બંધાય છે. આ એક શુદ્ધ 3. વધુ વિગત માટે જુઓ લેખકનું અન્ય પુસ્તક : પારસમણિ, પ્રકરણ ૧૦ - ‘દાન ચડે કે સામાયિક?” પ્રકાશક : કેવલી ફાઉન્ડેશન, મુંબઈ. સામાયિક વ્રતના પાંચ અતિચાર ૧. મનોદુમ્રણિધાન – મનની એકાગ્રતા ન રાખવી. અશુભ વિચારો કરવા. ૨. વચનદુષ્મણિધાન - કટુ, કઠોર, પાપકારી વચન બોલવાં. કાયદુષ્મણિધાન – કાયાને અસ્થિર રાખવી, ઝોકાં ખાવાં કે નિદ્રા કરવી. અનવસ્થાન – ઢંગધડા વગર, જેમ તેમ કરીને સમય પૂરો કરવો. ૫. સ્મૃતિવિહીન – સમયનું ધ્યાન ન રાખવું, વહેલા પારી લેવું, સામાયિક કરવાનું ભૂલી જવું. ઉપરના દોષો ન લાગે એવી રીતે જાગૃતિપૂર્વક, એકાગ્રતાથી, શાંત ચિત્તે, મૌનપૂર્વક અને સ્થિરતાથી સામાયિક કરવું.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38