Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ સામાયિક ભાવ - તમે હજાર સામાયિક કરો કે હજાર પ્રતિક્રમણ કરો કે દસ હજાર વાર ભગવાનની પૂજા કરો કે લાખો રૂપિયાનું દાન કરો છો છતાં તમારો સંસાર પૂરો થતો નથી. શા માટે? કારણ કે આપણને રોજ ધૂળમાં આળોટવાની ટેવ છે.... કારણ કે આપણે રોજ નવા કર્મો બાંધ્યા જ કરીએ છીએ.... કારણ કે આપણે રોજ મલિન થયા જ કરીએ છીએ.... એટલે એક સોદો તો આપણે ૪% નો કર્યો. કાલથી બીજી વાત લક્ષમાં રાખી લેવાની કે નવાં કર્મોનો બંધ ઓછામાં ઓછો થાય અને જૂનાં કર્મોની નિર્જરા વધારે ને વધારે થાય એ રીતે રોજ જીવતાં શીખવાનું. ૧૩ કલાકનો કર્મબંધ અને ૧૧ કલાકની નિર્જરા નહીં ચાલે. ૧૧ કલાકનો કર્મબંધ અને ૧૩ કલાકની નિર્જરા ચાલશે. અર્થાત્ નવાં કર્મોની આવક ઓછી થવી જોઈએ અને જૂનાની જાવક વધુ થવી જોઈએ. આ પાણીની (કર્મોની) કોઠી ખાલી કરવાના ત્રણ રસ્તા છે : ૧. એક પણ નવું ટીપું અંદર ન આવે એવી રીતે કોઠીનું ઢાંકણું ઉપરથી સજ્જડ બંધ કરી દઈએ તો ઘણા લાંબા કાળે પણ અંદરનું પાણી ધીમે ધીમે, એની મેળે સુકાઈ જાય અને એ કોઠી ખાલી થઈ જાય. શાસ્ત્રમાં આને “અકામ નિર્જરા’ કહી છે. તમે નળ ખોલીને એમાંથી પાણી ખાલી કરો એટલે કે તપ, જપ વગેરે કરીને, “મારે કર્મો ઘટાડવાં છે’ એ લક્ષ રાખીને ધર્મક્રિયાઓ દ્વારા કર્મો ખાલી કરો તો એ કોઠી ક્રમિક રીતે ખાલી થાય. આમાં પણ સમય તો લાગે. શાસ્ત્રમાં આને “સકામ નિર્જરા’ કહી છે પણ આ “કીટિકા માર્ગ” છે. કીડીના વેગે થોડી થોડી પ્રગતિ થાય. ધીમે ધીમે પણ લાંબા વખતે પહોંચાય.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38