Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 7
________________ ૬૯ સામાયિક ભાવ ‘સુખમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી' એટલે કે સુખમાં અહંકારી, ઉન્મત્ત બનવું નહિ અને દુઃખમાં નિરાશ કે દીન બનવું નિહ. આ મધ્યસ્થ ભાવ દરેક દ્વંદ્વને લાગુ પાડવાનો. ભગવાન બુદ્ધે જે મધ્યમ માર્ગ કહ્યો છે તે – વચ્ચેનો રસ્તો (the middle path), આ બાજુ પણ નહિ અને પેલી બાજુ પણ નહિ, એકેય બાજુનો અતિરેક નહિ (no extremes). આ અર્થમાં પણ સમજવાનું કે સુખ-દુઃખ, હર્ષ-શોક, પ્રશંસા-નિંદા એ બધું જ શરીર અને મનને લાગે છે, જે નાશવંત છે, અનિત્ય છે. મને (આત્માને) લાગતું નથી. અંદર મને કશું જ અડતું નથી. બધું જ મારી બહાર થઈ રહ્યું છે અને હું આ બધું સંસારનું નાટક પ્રેક્ષકની જેમ શાંતિપૂર્વક, નિર્લેપભાવે જોઈ રહ્યો છું, કારણ કે મારો સ્વભાવ જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા-ભોક્તા નથી. તમે જાણો છો કે જ્યારે પાંચ જીભ તમારી પ્રશંસા કરતી હોય ત્યારે અમુક જીભ તમારી નિંદા કરવાવાળી હાજર હોય છે જ. આજે સુખ મળ્યું છે તો કાલે દુ:ખ મળવાનું જ છે, જે સુખની પાછળ જ ઊભેલું છે. આજે તડકો છે તો તેની પાછળ છાંયડો ઊભેલો જ છે. દિવસ છે તો એની પાછળ રાત ઊભેલી જ છે, તો શું દિવસથી રાગ ક૨વાનો અને રાતથી દ્વેષ ક૨વાનો? સુખથી રાગ કરવાનો અને દુઃખથી દ્વેષ કરવાનો? ખરેખર તો રાગની સાથે દ્વેષ જોડાયેલો જ છે, કારણ કે જેના પ્રત્યે તમને રાગ હોય છે તેના પ્રત્યે જ પછી તમને દ્વેષ થાય છે. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ હોય અને આપણને એની પાસેથી અપેક્ષા હોય કે એણે મારી સાથે ફરવા આવવું જોઈએ, કે થિયેટરમાં આવવું જોઈએ, કે મને સવારે ગરમ નાસ્તો કરી આપવો જોઈએ.... અને આપણી એ અપેક્ષા પૂરી ન થાય તો તરત એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય, ક્રોધ આવે. પણ દુનિયામાં લાખો લોકો એવા છે જેમના પ્રત્યે આપણને રાગભાવ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38