Book Title: Samayik Bhav Author(s): Rashmikant Shah Publisher: Rashmikant Shah View full book textPage 6
________________ સામાયિક ભાવ ૪ ૫ માણસો, સ્ટોર, સુપર માર્કેટ, બજારની દુકાનો – એ બધું જોતા જોતા આપણે સ્ટેશને પહોંચીએ.... અને મહાવીરસ્વામી પણ આપણી સાથે સાથે અહીંથી સ્ટેશન સુધી આવે તો.... ૧. સ્ટેશન સુધી પહોંચતાં આપણને કર્મબંધન થાય કે નહિ? ૨. મહાવીરસ્વામીને કર્મબંધન થાય કે નહિ? જરા વિચાર કરો (just think)! મને જવાબ નથી જોઈતો. જવાબ તમે શોધજો. આજનું આ પ્રવચન પૂરું થાય પછી ઘેર જઈને નિરાંતે આ પ્રશ્નનો જવાબ મેળવજો. હું તો માત્ર સવાલ પૂછવાનો છું, જવાબ આપવાનો નથી. તમે ઘેર જઈને વિચારે કરજો કે મેં શું પૂછયું અને એનો જવાબ શું છે? આપણને કર્મબંધન થાય છે તો શા માટે? why? મહાવીરસ્વામીને કર્મબંધન નથી થતું તો શા માટે નહિ ? why not ? આ પ્રશ્નોને તમે વિચારો અને એના જવાબ શોધો. કાંઈક નવું જ સમજવા મળશે. આ એક અર્થ આપણે જોયો – શમન.... રોજ શમન, ઉપશમન, શાંત થવું જોઈએ. હવે સમ શબ્દનો બીજો અર્થ જોઈએ. સમ એટલે કોઈ પણ એક બાજુ ઢળેલું નહિ પણ મધ્યસ્થ (neutral), એટલે કે સુખ-દુઃખ, હર્ષશોક, નફો-નુકસાન, માન-અપમાન, સગવડ-અગવડ, આ બધાં કંકો (dualities) ની વચ્ચે – મધ્યમાં – રહેવાનું, રહેતાં શીખવાનું. આપણી પ્રશંસા થાય ત્યારે કે કોઈ આપણા ગળામાં હાર પહેરાવે ત્યારે કે કોઈ આપણી નિંદા કરે ત્યારે પણ, એ બંનેની વચ્ચે (મધ્યમાં) નિર્લેપ રહેવાનું.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38