Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 10
________________ સામાયિક ભાવ ૮ ૯ પણ જુદા જુદા દેખાશે. પણ વિચાર કરો : એ પાણી એક છે કે જુદું? એના ગુણધર્મો એક છે કે જુદા જેની દૃષ્ટિ બહારના ઘડાને જ જોશે તેને દરેક ઘડાનું પાણી જુદું લાગશે. ‘હિન્દુ પાણી’, ‘મુસ્લિમ પાણી’, ‘બ્રાહ્મણનું પાણી’, ‘હરિજનનું પાણી’, ‘મારૂં પાણી’, ‘તારૂં પાણી' – એમ જુદું જુદું જ લાગશે. પણ જેની દૃષ્ટિ બહારના ઘડા (રૂપ, રંગ, આકાર) તરફ નથી પણ અંદરના પાણી તરફ છે, તેને બધું પાણી એક જેવું જ લાગશે અને ઘડીના બહારના ભેદ તરફ તેની દૃષ્ટિ ન હોવાથી તેને કયાંય ભેદ, જુદાઈ, સંઘર્ષ, વિવાદ વગેરે દેખાશે નહિ અને એને લીધે ઊભી થતી તકલીફો થશે નહિ. આ બંને વાત બરાબર સમજાઈ ગઈ? જો એક સમાન આકાશ અને એક સમાન પાણીની વાત સમજાઈ ગઈ હોય તો હવે આગળ ચાલીએ. અહીં, આ હોલમાં લગભગ 200 જણા બેઠા છે. આપણે જે જોઈએ છીએ, આપણને જે દેખાય છે તે ૮૦૦ શરીર છે. નાનાંમોટાં, જાડાંપાતળાં, ઊંચાનીચાં, ધોળકાળાં – જાતજાતનાં, ભાતભાતનાં શરીરો જ દેખીએ છીએ, પણ એ દરેક શરીરની અંદર જે ચેતના છે, જે આત્મા છે, તેને આપણે જોતા જ નથી, જોઈ શકતા જ નથી. તે અંદરના તત્ત્વ તરફ આપણી દૃષ્ટિ જ જતી નથી, એટલે આપણે બધાંના ફરક, ભેદ, જુદાઈ જોઈએ છીએ, પણ બધાંની એકતાને, બધાંની સમાનતાને જોતા નથી, જાણતા નથી, ઓળખતા નથી, સમજતા નથી! - જો આપણે દરેકની અંદર વસી રહેલી ચેતના તરફ આપણી દૃષ્ટિ રાખીએ, દરેક શરીરમાં રહેલા આત્મા તરફ લક્ષ રાખીએ તો આપણને બધા આત્મા, બધું ચૈતન્ય, બધી ચેતનાઓ અને તેના ગુણધર્મો, બધું એક સમાન જ દેખાય. એક સરખું જ જણાય.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38