Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 14
________________ સામાયિક ભાવ = ૧૩ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે દ્રવ્યનમસ્કાર કરવાવાળા તો તમે જોયા હશે ને! બધાંને આમ હાથ જોડીને, માથું નમાવીને, હસતા મોઢે, દશ ઠેકાણે – સો ઠેકાણે – બધાંને નમસ્કાર કર્યા જ કરતા હોય. એ માત્ર બહારની ક્રિયા છે. એમની અપેક્ષા, ઇચ્છા, માગણી કંઈક બીજી જ છે! એમની ક્રિયામાં નમસ્કાર જેવું દેખાય છે પણ એમાં નમનનો કોઈ ભાવ નથી. એ સાચો નમસ્કાર પણ નથી. એવા સ્વાર્થી લોકોના નમસ્કારથી ખુશ ન થઈ જવું! ભાવપૂર્વકનો સાચો નમસ્કાર હોય; સાચું સમર્પણ હોય તો તો શિષ્યનું મસ્તક ગુરુના ચરણમાં પડે, પછી એને ઊઠવાના હોશ પણ ન રહે, ત્યારે એને સાચો નમસ્કાર કહેવાય. એક ઉર્દૂ શાયરે કહ્યું છે : वह सिज़दा क्या रहे एहसास जिसमें सर उठानेका। इबादत और बक़दरे होश तौहीने इबादत है॥ મતલબ કે જ્યાં સમર્પિત થઈને ઈશ્વર કે સદ્ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું હોય, પછી ત્યાંથી માથું ઊંચું કરવાનો ભાવ પણ અંદર હોય અને જલદી ઊઠી જવાની ઇચ્છા પણ હોય તો એને સમર્પણ કેવી રીતે કહેવાય? આવું સમર્પણ અને ઊઠવાનો હોશ આ તો સમર્પણનું અપમાન (insult) છે! આપણે તો બધાંને “જે-જે કરવાના!! મંગળવાર હોય તો સિદ્ધિવિનાયકને જય-જય, ગુરુવારે સાંઈબાબાને જય-જય, શનિવારે હનુમાનની પાસે જઈને જય-જય; દેરાસરમાં ગયા તો ઘંટાકર્ણને જયજય, નાકોડાને પણ જય-જય, મણિભદ્રને પણ જય-જય, તીર્થકરને પણ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38