Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 26
________________ સામાયિક ભાવ - ૨૫ તો વેપારી – કામકાજમાં ગુંચવાયેલા. અમને આ રીતે એક કલાક કાઢવાની ફુરસદ ન મળે!” સાહેબ : સારૂં! તો બીજો સરળ રસ્તો બતાવું. ૨. એક સાથે એક કલાક ન કાઢી શકો તો દર કલાકે ૪ મિનિટ કાઢી આપો. એટલે સમજો કે ૯ વાગ્યા હોય તો ૯.૦૦થી ૯-૦૪ સુધી, ૧૦ વાગ્યા હોય તો ૧૦.૦૦થી ૧૦-૦૪ સુધી, આમ દર કલાકે આ ચાર મિનિટ તમારે જુદી રાખવાની, એટલે ૧૫ કલાકમાં ૬૦ મિનિટ મળી જશે. એ ૪ મિનિટમાં જ કરવાનું બતાવું છું એ તમારે કરવાનું – ભૂલ્યા વગર. એ ચાર મિનિટમાં તમારે શું કરવાનું? તમારા હાથમાં જે કંઈ કામ હોય અથવા તમે જે કંઈ કરતા હો તે બધું જ એકદમ અટકાવી દેવાનું, મૂકી દેવાનું અને પછી શાંતિથી આજુબાજુ જોવાનું કે આ બધું શું નાટક ચાલી રહ્યું છે? કોઈ દોડે છે, કોઈ ઊભું છે, કોઈ વાતો કરે છે, કોઈ ટી.વી. જૂએ છે, બહાર ગાડીનું હોર્ન વાગે છે, નીચે કૂતરાં ભસે છે, ઉપર પંખી ઉડે છે..... આ બધું – કંઈ પણ વિચાર કર્યા વગર – તમારે માત્ર જોવાનું. નિર્દોષ બાળક બેસીને ચારે બાજુ જોયા કરતું હોય એવી રીતે તમારે માત્ર જોયા કરવાનું. દ્રષ્ટા થઈને શાંતિથી જોવાનું, જોયા કરવાનું. લક્ષ અંદર બેઠેલા આત્મામાં રાખવાનું – માત્ર ચાર મિનિટ સુધી. ભગવાન રમણ મહર્ષિએ આ પ્રક્રિયાને “આત્મવિચાર' તરીકે દર્શાવીને “હું કોણ છું?” આ સવાલ પોતાની જાતને સતત પૂછતા રહેવાનું કહ્યું છે. દર કલાકે ચાર મિનિટ જેટલી આંતર જાગૃતિની આ સરળ રીત એમના સહવાસમાં આવ્યા પછી બ્રિટીશ લેખક પૉલ બ્રન્ટને બતાવી છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38