Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 25
________________ ૨૪ સામાયિક ભાવ છે ને? ચેમ્બુર અને વિક્રોલી કરતાં અહીં ઘાટકોપરમાં જગ્યાના ભાવ વધારે કેમ?.... કારણ કે અહીં વેપારી પ્રજા વધારે વસે છે. નફાનું કામ હોય, લાભ થતો હોય, તો સારો વેપારી તરત સોદો કરી નાખે. તમને પાંચ-દસ ટકા નફો મળે તો સોદો કરી લો કે નહીં? કે ધંધો હાથમાંથી જવા દો? સભામાંથી : ધંધો કરી લઈએ, જવા ન દઈએ.' સાહેબ ઃ સારૂં! હું તમને એવો સોદો બતાવું છું કે જેમાં ૯૬% તમારે રાખવાના અને ૪% મને આપવાના. ૯૬% ભાગ તમારો! બોલો, આ સોદો કરવો છે ને? વેપારીઓ છો તો ૪ તો તમે મને આપી શકશો ને? સભામાંથી : ‘હા હા.’ સાહેબ : સારૂં! તો હવે સોદાની વિગત ઉપર આવીએ. એક કલાકની ૬૦ મિનિટ એટલે ૨૪ કલાકની ૧૪૪૦ મિનિટ થઈ. હવે એમાંથી ૪% એટલે લગભગ ૬૦ મિનિટ તમારે મને આપવાની અને બાકીની ૯૬% એટલે કે ૧૩૮૦ મિનિટ તમારે રાખવાની. ૧. એ ૬૦ મિનિટમાં તમારે મને શું આપવાનું? એક તો તમારે રોજ ૪૮ મિનિટનું એક સામાયિક મારા ૪% ભાગમાંથી કરવાનું. એ એવી સુંદર રીતે કરવાનું કે જેથી તમને સમતાભાવ આવી જાય. એવું ભાવસામાયિક તમારે મારા ટાઇમમાં મારે ખાત૨ ક૨વાનું. બાકીના ૯૬% માં એટલે કે ૧૩૮૦ મિનિટમાં જે કરવું હોય તે કરવાની તમને બધી છૂટ! તમે કહેશો : ‘સાહેબ! અમે તો બહુ કામવાળા (busy). અમે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38