Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 16
________________ માલા ફેરત જુગ ગયા, મિટા ન મનકા ફેર કર કા મનકા ડાલ દે, મન કા મનકા ફેર. સામાયિક ભાવ ૧૫ અર્થાત્ કે આપણા હાથમાં માળા તો ફરે છે, મોઢામાં આપણી જીભ પણ ફર્યા કરે છે અને મન તો ચારેય દિશામાં દોડ્યા કરે છે. આને કંઈ ભગવાનનું સ્મરણ ન કહેવાય. વળી આગળ કહે છે કે જપમાળાઓ ફેરવતાં યુગો વીતી ગયા છતાં મનની રખડપટ્ટી બંધ થઈ નહિ, માટે હે જીવ! હવે હાથમાંની મણકાની માળા ફેંકી દે અને મનને મનની અંદર રાખીને મનના મણકા ફેરવીને પ્રભુનું નામ સ્મરણ કર. સાચું સ્મરણ કોને કહેવાય? આ બધી જ શુભ ક્રિયાઓ જ્યારે ભાવપૂર્વક થાય ત્યારે! એકાગ્રતાથી અને ભાવથી માળા ગણાય, ભાવથી મંત્રનો જાપ થાય, ભાવથી નમસ્કાર થાય, ભાવથી ભક્તિ થાય, ભાવથી પૂજા થાય, ભાવથી સામાયિક થાય, ભાવથી પ્રતિક્રમણ થાય ત્યારે એ બધાનું ઉચિત ફળ મળે ! પ્રભુનાં દર્શન કરતી વખતે આપણે સ્તુતિ બોલીએ છીએ : ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. - એ રોજ બોલવા માટે ગોખેલું બોલી જઈએ છીએ કે એમાં ખરેખરો ભાવ હોય છે? જિનવરની પૂજા ભાવ સહિત કરવાની છે. દાન ઉચ્ચ ભાવ સહિત આપવાનું છે. બાર અને ચાર - એમ ૧૬ ભાવનાઓ ઉચ્ચ ભાવ સહિત એવી રીતે ભાવવાની છે કે જેથી કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય. કેવળજ્ઞાન અને મોક્ષ એ જેમનું લક્ષ્ય છે તેમણે સમજી લેવું જોઈએ કે ભાવાળી ધ્યાનમાં જવાય છે. ધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાનથી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38