Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ સામાયિક ભાવ ૪. ૫. રહે. ઘરના મુખ્ય દરવાજાની સામે બેસીને સામાયિક ન કરાય. રસ્તામાં જતાં વાહનો કે માણસોની અવર-જવર પર ધ્યાન રહે એવી રીતે ગૅલેરીમાં બેસીને સામાયિક ન કરાય. જૂના વખતમાં ઘરમાં નાનું બાળક ઘોડિયામાં સુવાડેલું હોય અને સામાયિક કરવાનું હોય ત્યારે ઘોડિયાની દોરી એક પગના અંગૂઠે બાંધીને બેસતાં, જેથી બાળક ઘોડિયામાં રડે તો સામાયિક કરતી વખતે ઊઠવું ન પડે અને પગના અંગૂઠાથી ઘોડિયું હિંચોળી શકાય! – આવી બધી રીતે સામાયિક ન કરાય કારણ કે એમાં એકાગ્રતા ન તો પછી સામાયિક કેવી રીતે કરવાનું ? દ્રવ્યસામાયિક તો દિવસમાં એક કલાક જેટલો સમય મળે ત્યારે કરી શકાય. તે એકાંતમાં કરવું. એકાંત રૂમ ન મળે તો ભીંત સામે મોટું કરીને, જગત તરફ પીઠ વાળીને, શાંત જગ્યામાં બેસીને સામાયિક કરવું. બહારના સંજોગો કે જતા આવતા લોકો તરફ આપણું ધ્યાન ન ખેંચાય અને ધ્યાન પોતાની અંદર રહે એટલા માટે ભીંત તરફ, ખૂણામાં, એકાંતમાં બેસીને સામાયિક કરવાનું. સામાયિક કોઈ સાથે બોલીને, વાતચીત કરતાં કરતાં નહીં પણ મૌનપૂર્વક કરવાનું. ઉપાશ્રયમાં પણ બહુ માણસોની ભીડ (crowd) હોય તો દૂર ખૂણો શોધીને બેસવું. વ્યક્તિનો સંયોગ કે વ્યક્તિનું દર્શન પણ મનમાં કંપનો (vibrations) પેદા કરી શકે છે અને આપણે તો સામાયિકમાં મનને શાંત કરવાનું છે, એટલા માટે એકાંતમાં, મૌનપૂર્વક, આપણા મનને જ્યાં શાંતિ રહે ત્યાં સામાયિક કરવાનું. સામાયિકમાં શું કરવાનું?

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38