Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 19
________________ ૧૮ ૬ સામાયિક ભાવ જ જોઈએ. દ્રવ્યપૂજામાંથી જેમ ભાવપૂજામાં જવાનું છે, દ્રવ્યનમસ્કારથી જેમ ભાવનકાર પર જવાનું છે તેમ દ્રવ્યસામાયિકમાંથી ભાવસામાયિક પર જવાનું છે. આખી જિંદગી દ્રવ્ય પકડીને બેસી રહેશો કે ભાવ સુધી જશો? આખી જિંદગી મૂર્તિને પકડીને જ બેસી રહેશો કે એ જેની મૂર્તિ છે તેના ભાવ સુધી, તેની ભાવના સુધી જશો? હવે સામાયિકમાં આપણે શું કરવું એ જોઈએ. દ્રવ્યસામાયિક તો તમે રોજ કરતા હશો. એ દ્રવ્યસામાયિકમાં શું કરવાનું એને બદલે શું નહીં કરવાનું એ આપણે પહેલાં જોઈએ. શું કરવાનું (do's) તો બધા કહેશે. શું નહીં કરવાનું (don'ts) એ કોઈ કહેતું નથી. સામાયિક કેવી રીતે નહીં કરવાનું તે આજે કહું છું. સામાયિક કેવી રીતે નહીં કરવાનું? કુશળ ડૉકટર હોય તે દવા આપવા ઉપરાંત શું ખાવું અને શું નહીં ખાવું એ બંને કહેશે, પણ મોટા ભાગના ડૉકટરો શું નહીં ખાવું એ નહીં કહે, ‘બધું ખાઓ ને તમે, પણ મારી દવા રોજ બરાબર લેજો,’ એમ કહીને બધી જ છૂટ આપે એટલે એવા ડૉકટર દરદીને ગમે. શું નહીં ખાવાનું એમ કહે ને ભાઈ! ઘી ભલે પૌષ્ટિક હોય પણ તાવવાળો દરદી હોય કે કમળાનો દરદી હોય તો એને ઘી ખાવાની ના પાડવી પડે. એમ સામાયિક કેવી રીતે નહીં કરવાનું એ પણ જાણવું પડે. દા.ત., ૧. એક સાસુ છે. બેડરૂમ, હોલ, કીચનનો ફલેટ છે. હોલ અને રસોડા વચ્ચે દિવાલ છે. એ દિવાલ પાસે બારણાંને અડીને સામાયિક

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38